વાવડીમાં ક્રાઇસ્ટ કોલેજના વિદ્યાર્થી સહિત ચાર મિત્રો પર હુમલો

ભાડે કાર લઇ ગયા બાદ નુકસાન કરતા તેના પૈસાની ઉઘરાણી મામલે માથાકૂટ થઇ હતી વાવડી નજીક પુનીતનગર પાસે કોલેજીયન યુવાન અને તેના ત્રણ મિત્રો પર…

ભાડે કાર લઇ ગયા બાદ નુકસાન કરતા તેના પૈસાની ઉઘરાણી મામલે માથાકૂટ થઇ હતી

વાવડી નજીક પુનીતનગર પાસે કોલેજીયન યુવાન અને તેના ત્રણ મિત્રો પર છ શખસોએ હુમલો કરી તેને મારમાર્યો હતો. હુમલામાં ઘવાયેલા છાત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનના મિત્રએ ભાડે આપેલી કારના નુકશાનીના ખર્ચ માટે બોલાવી બાદમાં ખર્ચો આપવાનો ઇનકાર કરી દઇ મારમાર્યો હતો. જે અંગે તાલુકા પોલીસ મથકમાં રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ, હર્ષદીપસિંહ અજયસિંહ રાણા(ઉ.વ.21 રહે, પુનીતનગર શેરી નં.9 વાવડી રાજકોટ મુળ વતન સમલા તા.લીંબડી) દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કેવલ સરપદડીયા, શાન આરીફ બાબર, જયદ્ર જાડેજા ઉર્ફે મેગી, પુષ્પરાજસિંહ જાડેજા, પ્રહલાદસિંહ ઝાલા ઉર્ફે બબુ અને હરેન સરપદડીયાના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ક્રાઈસ્ટ કોલેજમાં સેમેસ્ટર-3 માં અભ્યાસ કરે છે તેના મિત્ર ધ્રુમીલ ખુંટ જે ફોરવ્હીલ ગાડી ભાડે આપવાનુ કામ કરે છે.અને તેની ઓફિસ વગડ ચોકડી પાસે આવેલી છે.

ગઈ તા.2/1/2026 ના રાત્રીના આઠ વાગ્યાના અરસામાં યુવાન તથા તુષાર સાવલીયા તથા કુણાલ બોરીચા ત્રણેય જણા ધ્રુમીલ ખુંટની વગડ ચોકડીએ આવેલ ઓફીસે બેઠા હતા ત્યારે ધ્રુમીલ ખુંટે કહ્યું હતું કે, મારી ફોરવ્હીલ કાર કેવલ સરપદડીયાને મેં ભાડે આપેલ હતી.જેને મારી ગાડી ક્યાક ભટકાડેલ હતી.અને મારી ગાડીનો ખર્ચો આપવા બાબતે મને ત્યા બોલાવે છે. તેમ વાત કરતા ચારેય જણા ધ્રુમીલની ફોરવ્હીલ કારમાં બેસીને પુનીતનગ-2 ના ગેટે રાત્રીના સાડા આઠેક વાગ્યે ગયા હતા. ત્યા આ કેવલ સરપદડીયા તેના મિત્રો સાથે ઉભેલ હતો.યુવાન તેના મિત્રો ગાડીમાંથી નીચે ઉતરીને કેવલ સરપદડીયાને મળેલ હતા. અને આ ગાડી ના ખર્ચા બાબતે વાતચીત કરતા હતા ત્યારે આ કેવલ કહેવા લાગેલ કે, તમને કાઇ ખર્ચો દેવાનો નથી થાતો તમારે જયા જે કરવુ હોય એ કરી લેજો તેમ કહી ગાળો દેવા લાગ્યો હતો.

અને ત્યા તેની સાથે ઉભેલ તેના મિત્રો શાન બાબર તથા જયદ્રથ ઉર્ફે મેગી તથા પુષ્પરાજસીંહ, પ્રહલાદસિંહ ઝાલા ઉર્ફે બબુ, હરેન સરપદડીયા આ બઘા ગાળો દેવા લાગ્યા હતાં. બાદમાં કેવલ એકદમ ઉશ્કેરાય જઇ અમોને કહેવા લાગેલ કે, આજ તમને જાનથી મારી નાખવા છે તેમ કહી આ બઘા અમો ચારેયને ઢીકાપાટુ, ઝાપટ મારવા લાગ્યા હતાં. હતા. શાનના હાથમાં ચાવી હોય જે ચાવી યુવાનને કપાળમાં મારી હતી.

જેથી લોહી નીકળવા લાગ્યુ હતુ અને ડાબી આંખમા પણ લાગી ગયુ હતુ. તુષાર સાવલીયા તથા કુણાલ બોરીચા તથા ધ્રુમીલ ખુંટને પણ મુંઢ ઇજા થઇ હતી. દરમિયાન કોઈએ યુવાનના પપ્પાને જાણ કરતા તેઓ પણ આવી ગયેલ હતા અને ફોર વ્હીલ કારમા યુવાનને રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે લઈ ગયેલ હત ત્યા સારવાર કરાવી હતી.બાદમાં ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લીધી હતી. ત્યાર બાદ યુવાને આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *