સિવિલ હોસ્પિટલના મહિલા તબીબના રૂમમાંથી દાગીના ચોરનાર મહિલા ઝડપાઈ

વડોદરાના ગોત્રીની મેડિકલ કોલેજ બહારથી ગોરવા પોલીસે એક હાઇપ્રોફાઇલ કહી શકાય તેવી મહિલા ચોરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બહાર એક…

વડોદરાના ગોત્રીની મેડિકલ કોલેજ બહારથી ગોરવા પોલીસે એક હાઇપ્રોફાઇલ કહી શકાય તેવી મહિલા ચોરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે. મેડિકલ કોલેજની હોસ્ટેલ બહાર એક મહિલા શંકાસ્પદ હાલતમાં હોવાની માહિતી મળતાં ગોરવાના પીઆઇ કિરીટ લાઠિયાએ સાદાવેશમાં ટીમને મોકલી હતી.પોલીસે આ મહિલા પર ખાસ્સો સમય નજર રાખ્યા બાદ તેની તપાસ કરતાં તે ચોરીના ઇરાદે ફરતી હોવાની વિગતોને સમર્થન મળ્યું હતું.
પોલીસના જણાવ્યા પ્રમાણે,મહિલાનું નામ દિપ્તી સિંઘ હોવાનું અને હાલમાં યુપીના લખનૌ ખાતેની સોસાયટીમાં રહેતી હોવાની પ્રાથમિક માહિતી મળી છે.તેની પાસેથી સોનાનું બ્રેસલેટ,નેકલેસ,વીંટી,બુટ્ટી અને પેન્ડન્ટ સહિતના રૂૂ.2 લાખ ઉપરાંતની કિંમતના દાગીના મળી આવ્યા હતા.

વધુ તપાસ દરમિયાન આ મહિલાની રાજકોટ ખાતે પ્રદ્યુમન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ચાર દિવસ પહેલાં દિવસે એક રૂૂમમાંથી દાગીના ચોરવાના બનેલા બનાવમાં સંડોવણી જણાઇ આવતાં રાજકોટ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મહિલાએ દસેક દિવસ પહેલાં દિલ્હીમાં પણ કોઇ સ્થળે ચોરી કર્યાની કબૂલાત કરતાં દિલ્હી પોલીસને જાણ કરાઇ છે.ગોરવાના પીઆઇએ કહ્યું હતું કે,મહિલા બે-ત્રણ દિવસથી વડોદરા આવી હતી અને સ્ટેશન નજીકની એક હોટલમાં રોકાઇ હતી. અગાઉ વડોદરા આવી હતી કે કેમ અને તેના પરિવારમાં કોણ છે તેવી બાબતોએ પણ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આરોપી મહિલા દીપ્તિ દિનેશસિંઘ સિંઘ (ઉંમર 30 વર્ષ, બ્લોક-ઈ, મકાન નંબર 142, સાઉથ સિટી કોલોની, લખનઉ, ઉત્તર પ્રદેશ)ની પૂછપરછ દરમિયાન કબૂલાત કરી કે, તેણે રાજકોટ શહેરના પ્રધ્યુમ્ન પોલીસ સ્ટેશન અને 10 દિવસ પહેલાં દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં પણ ચોરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *