કલ્યાણપુરથી આશરે 22 કિલોમીટર દૂર નંદાણા ગામે વિન્ડફાર્મ નામની પવનચક્કીની કંપનીના ટાવરના લોકેશન નંબર 4/0 વિસ્તારમાંથી ગત તા. 9 સપ્ટેમ્બરથી તા. 17 સપ્ટેમ્બર સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ અહીં રાખવામાં આવેલો 2,700 મીટર જેટલો એલ્યુમિનિયમનો વાયર ચોરી કરીને લઈ ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આ સમગ્ર બનાવ સંદર્ભે નાવદ્રા ગામના રહીશ મયુરભાઈ હેભાભાઈ ડુવા (ઉ.વ. 29) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે રૂૂપિયા 14,85,000 ની કિંમતના એલ્યુમિનિયમ વાયરની ચોરી થવા સબબ બી.એન.એસ.ની કલમ 303(2) મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.
