વિમ્બલ્ડન વિજેતાને 46.08 અને રનર્સ-અપને 23.04 કરોડનું ઇનામ

ટેનિસ જગતના સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 2026ની ટ્રોફી પર વિશ્વના નંબર વન ખેલાડી જાનિક સિનરે કબજો જમાવી લીધો છે. મેન્સ સિંગલ્સના હાઈ-વોલ્ટેજ ફાઈનલ મુકાબલામાં…

ટેનિસ જગતના સૌથી પ્રતિષ્ઠિત ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન 2026ની ટ્રોફી પર વિશ્વના નંબર વન ખેલાડી જાનિક સિનરે કબજો જમાવી લીધો છે. મેન્સ સિંગલ્સના હાઈ-વોલ્ટેજ ફાઈનલ મુકાબલામાં સિનરે શાનદાર પ્રદર્શન કરતા જર્મનીના અલેક્ઝાન્ડર જ્વેરેવને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ઐતિહાસિક જીત બાદ વિજેતા ખેલાડીઓ પર કરોડો રૂૂપિયાના ઇનામનો વરસાદ થયો છે, જેણે રમત પ્રેમીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

વિમ્બલ્ડન 2026ના નિયમ મુજબ પુરૂૂષ અને મહિલા બંને કેટેગરીના વિજેતાઓને સમાન ઇનામી રકમ આપવામાં આવે છે. મેન્સ ચેમ્પિયન જાનિક સિનરને ટ્રોફીની સાથે 3.6 મિલિયન પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ મુજબ આશરે 46.08 કરોડ રૂૂપિયાની માતબર રકમ મળી છે.

જ્યારે રનર્સ-અપ રહેલા અલેક્ઝાન્ડર જ્વેરેવને 1.8 મિલિયન પાઉન્ડ (આશરે 23.04 કરોડ રૂૂપિયા) થી સંતોષ માનવો પડ્યો છે. મહિલા સિંગલ્સની વાત કરીએ તો, ચેક રિપબ્લિકની 21 વર્ષીય યુવા ટેનિસ સ્ટાર લિન્ડા નોસ્કોવાએ ફાઇનલમાં પોતાની જ દેશની કારોલિના મુચોવાને 6-2, 5-7, 6-3 થી હરાવીને કરિયરનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ જીત્યું છે. 2011 પછી સૌથી નાની વયની મહિલા ચેમ્પિયન બનેલી લિન્ડાને પણ સિનરની જેમ જ 46.08 કરોડ રૂૂપિયાની પ્રાઈઝ મની મળી છે.

આ વર્ષે વિમ્બલ્ડન પ્રાઈઝ મનીની ખાસિયત એ રહી છે કે માત્ર સેમીફાઇનલ કે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચનારા જ નહીં, પરંતુ મેચના પ્રથમ રાઉન્ડ (રાઉન્ડ ઓફ 128) માંથી જ બહાર થઈ ગયેલા ખેલાડીઓ પર પણ લક્ષ્મીજી મહેરબાન થયા છે. ટૂર્નામેન્ટની શરૂૂઆતમાં જ હારી જનારા દરેક ખેલાડીને પણ આશરે 1.02 કરોડ રૂૂપિયાની રકમ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *