‘મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ’ યુવતીએ ના પાડતા યુવકે ગાળો આપી, પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ શહેરમા 80 વર્ષનાં ડોસાએ બાળા સાથે જાહેરમા અડપલા કર્યાનો વિડીયો સામે આવ્યો હતો આ ઘટનામા પોલીસે ડોસાની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ .…

રાજકોટ શહેરમા 80 વર્ષનાં ડોસાએ બાળા સાથે જાહેરમા અડપલા કર્યાનો વિડીયો સામે આવ્યો હતો આ ઘટનામા પોલીસે ડોસાની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ . ત્યારે વધુ એક યુવતીની પજવણીની ઘટના સામે આવી છે જેમા પુષ્કરધામ પાસે રહેતી યુવતી ઘર નજીક આવેલી ચા ની હોટલે ચા લેવા ગયા બાદ પોતાનાં ઘરે પરત ફરતી હતી ત્યારે એક અજાણ્યા શખ્સે તેનો પીછો કરી મારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે તેમ કહયુ હતુ . ત્યારબાદ યુવતીએ આરોપીને ના પાડતા આરોપી ઉશ્કેરાયો હતો અને જાહેરમા ગાળાગાળી કરી હતી ત્યારબાદ યુવતીએ પોતાનાં ઘરે જઇ પરીચીતોને ફોન કરી પોલીસ મથકમા આરોપી સામે ફરીયાદ નોંધાવી છે.

વધુ વિગતો મુજબ પુષ્કરધામ પાસે રહેતી એક યુવતીએ અજાણ્યા શખ્સ સામે પજવણી અંગેની ફરીયાદ નોંધાવી છે આ ઘટનામા યુવતીએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે પોતે કાલાવડ રોડ પર આવેલી એક પેઢીમા નોકરી કરે છે . ગઇકાલે સાંજનાં સમયે પોતાનાં ઘરે હતી ત્યારે માતાને ચા પીવી હોય જેથી ચા લેવા માટે પોતાનુ સ્કુટર લઇ પુષ્કર ધામનાં ગેટ પાસે આવેલી જાફર ચા ની દુકાને ગઇ હતી ત્યાથી ચા પાર્સલ કરી પોતાનુ સ્કુટર લઇ ઘર તરફ પરત ફરતી હતી ત્યારે એક શખ્સ પોતાનુ સ્કુટર લઇ પાછળ પાછળ ગયો હતો.

અને તેમણે ફ્રેન્ડશીપ કરવાનુ કહયુ હતુ જો કે યુવતી આ શખ્સને ઓળખતી ન હોય જેથી તેમણે ના પાડી દીધી હતી . અને બાદમા ઉશ્કેરાયેલા શખ્સે જાહેરમા યુવતીને ગાળો ભાંડવાનુ શરુ કર્યુ હતુ . જેથી ગભરાઇ ગયેલી યુવતીએ તુરંત સ્કુટર લઇ પોતાનાં ઘરે જતી રહી હતી અને તેમનાં પરીચીતો અને પરીવારને જાણ કર્યા બાદ યુનીવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા આરોપી શખ્સની ઓળખ મેળવી તેની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *