પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ માટે બુક માગતા નહીં આપી હોવાની રાવ: મુસાફરોમાં રોષ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિએ જણાવ્યુ છે કે રાજકોટ એસ.ટી બસ પોર્ટ ઢેબર રોડ પરના બસ સ્ટેન્ડ પર નિયમિત 1500 થી વધુ બસોની આવન જાવન રહે છે અને હજારો મુસાફરોની અવર જવર હકડે ઠઠ મેદની વચ્ચે મુસાફરો માટેની સીટીંગ વ્યવસ્થા પણ અપૂરતી પડે છે. શૌચાલયોમાં વોશરૂૂમ જવા માટે યુરીનલો માં ₹10 ની ઉઘાડી લુંટ ચાલુ હતી. ગુજરાત ભર માં યુરીનલોની ફ્રી સેવા છે. અને તેમ છતાં ગુજરાત ભરમાં પીપીપી ધોરણે બનાવેલા એસ.ટી બસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટરની દાદાગીરી એસ.ટીના અધિકારીઓના આંખમિચામણા અને ગાંધીનગરમાં બેઠેલા રાજકીય ગોડફાધરોના ઈશારે રાજ્યભરમાં મુસાફરો લુંટાઈ રહ્યા છે મુસાફરો પાસેથી ₹5, ₹10 અને ₹20 મન ફાવે તેવા ભાવો પડાવી લેવામાં આવી રહ્યા છે અને લાખોનો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીઠી નજર હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે.
રાજકોટના એસ.ટી બસ પોર્ટ પર ₹10 બંને યુરીનલોમાં વોશરૂૂમ જવા માટે કટકટાવવામાં આવી રહ્યા હતા અને મુસાફરોને આ ભ્રષ્ટાચારીઓની સામે ફરિયાદ કરવાની હોય ત્યારે એસ.ટી બસ પોર્ટ કંટ્રોલ રૂૂમ પર ફરિયાદ બુક આપવામાં ઠાગા ઠૈયા કરવામાં આવ્યા હતા. હજારો મુસાફરોની અવર-જવર હોય ત્યારે ટ્રાફિક કંટ્રોલર ની ઓફિસમાં ચાર ટ્રાફિક કંટ્રોલર બેસી રહ્યા છે. એટલે દરેક પાસે ફરિયાદ બુક હોવી ફરજીયાત છે કંડક્ટરોને ફરિયાદ બુક હવે આપવામાં આવતી નથી. અને ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ અને ટ્રાફિક કંટ્રોલર કોઈ ફરિયાદ બુક માંગે તો વાત ઉડાડી દઈ અને ઓનલાઈન ફરિયાદ કરવાનો હઠાગ્રહ રાખે છે.
ઓનલાઇન ફરિયાદ કરતા 95 ટકા મુસાફરોને ફાવતુ નથી અને એસ.ટીમાં ડ્રાઇવર માંથી અધિકારી બનેલા અધિકારીઓને પણ ઓનલાઇન ફરિયાદ કરતા આવડતું નથી. તો પછી ઓનલાઈન ફરિયાદ કરવાનો હઠાગ્રહ ગ્રહ શા માટે ? ગઈકાલે સાંજે 7:30 કલાકે ફરિયાદ બુક માગવામાં આવતા ટ્રાફિક કંટ્રોલરની ઓફિસમાંથી ફરિયાદ બુક ગુમ થઈ હતી એક પણ ફરિયાદ બુક હતી નહીં અને ફરિયાદ બુક ન આપવાની ઘટનાની જાણ ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા ને થતા બસ પોર્ટ સ્થળે ઘસી ગયા હતા અને ફરિયાદ બુક ક્યાં છે ? અને સ્ટેન્ડ ઇન્ચાર્જ કોણ છે ? શા માટે ફરિયાદ બુક આપતા નથી ? અંતે સ્ટેન્ડ ઇન્ચાર્જ સાથે ઉગ્ર બોલાચાલી બાદ અંતે સ્ટેન્ડ ઇન્ચાર્જને ઉપરના રૂૂમમાંથી ફરિયાદ બુક કાઢવી પડી હતી. અને પાલીતાણાના મુસાફર કે જે દિવ્યાંગ હોય તેની સુપુત્રી પાસેથી વોશરૂૂમ ના ₹10 લેવાયા અને આદિપુર ના એક મુસાફર પાસેથી ₹10 લેવામાં આવ્યા હતા. આવા તો હજારો મુસાફરો પાસેથી રોજ કટકટાવે છે.