સિડનીમાં પાંચમી ટેસ્ટ બાદ રોહિત શર્મા સંન્યાસ લેશે?

શર્માની રમત ટેસ્ટ ક્રિકેટમાં સતત નીચે જઇ રહી છે ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે. જો ભારત 2025…

શર્માની રમત ટેસ્ટ ક્રિકેટમાં સતત નીચે જઇ રહી છે

ભારતીય ટીમના કપ્તાન રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે. જો ભારત 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં નહીં પહોંચે તો તે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ બાદ સિડનીમાં પોતાના ક્રિકેટ કરિયરને એલવિદા કહી શકે છે. છેલ્લી કેટલીક સિરીઝમાં રોહિત શર્મા ટેસ્ટ ક્રિકેટમાં રન બનાવી શક્યો નથી.
ટાઈમ્સ ઓફ ઈંડિયામાં જણાવ્યા અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ અને સિલેક્ટર્સની વચ્ચે રોહિતની ટીમમાં જગ્યાને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે, કપ્તાન સિલેક્ટર્સને મનાવવાની કોશિશ કરશે જો ભારત ડબલ્યુટીસીની ફાઈનલમાં પહોંચશે તો તેમને રમવા દેવામાં આવે. જો કે આવું થવાની સંભાવના ઓછી છે, એટલા માટે સિડનીમાં તેની છેલ્લી મેચ હોઈ શકે છે.

કપ્તાન રોહિત શર્માની રમત ટેસ્ટ ક્રિકેટમાં સતત નીચે તરફ જઈ રહી છે. ઘર પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 3 મેચોની સીરીઝમાં ટીમ ઈંડિયા દ્વારા ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો. આ સીરીઝની 3 મેચોમાં કપ્તાનના બેટમાંથી ફક્ત 91 રન નીકળ્યા હતા. હાલની સીરીઝમાં રોહિત શર્માની કપ્તાનીમાં ભારતે ત્રણ મેચ રમી છે અને બેમાં હાર મળી. 3 મેચની 5 ઈનિંગ્સમાં તેણે ફક્ત 31 રન બનાવ્યા. તેણે 3,6,10,3 અને હવે 9 રન બનાવ્યા. રોહિત શર્માના બેટમાંથી 15 રનનો સ્કોર પણ નથી થયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *