ભારત પાસેથી ICC ટૂર્નામેન્ટની યજમાની છીનવાશે ? ઓસ્ટ્રેલિયન અખબારનો દાવો

  T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ઉભેલા વિવાદ બાદ હવે એક નવો સવાલ ઊભો થયો છે કે શું ICC ભવિષ્યમાં ભારત પાસેથી મોટી ટુર્નામેન્ટોના યજમાન…

 

T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન ઉભેલા વિવાદ બાદ હવે એક નવો સવાલ ઊભો થયો છે કે શું ICC ભવિષ્યમાં ભારત પાસેથી મોટી ટુર્નામેન્ટોના યજમાન અધિકાર છીનવી શકે? આગામી થોડા વર્ષોમાં ભારતમાં બે મહત્વપૂર્ણ ICC પુરુષ ટુર્નામેન્ટ યોજાનાર છે, પરંતુ વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતા સ્થિતિ બદલાઈ શકે છે. ઓસ્ટ્રેલિયાના અખબાર The Sydney Morning Herald ના અહેવાલમાં આ ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.ભારત-પાકિસ્તાન મેચની ઘટનાએ વિશ્વ ક્રિકેટમાં લગભગ એક મહિના સુધી ગરમાવો પેદા કર્યો હતો. હાલ પરિસ્થિતિ શાંત થઈ ગઈ છે, પરંતુ ભવિષ્યમાં આ મુદ્દો ફરીથી ઉઠી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ અનુસાર, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના રાજકીય તણાવને ધ્યાનમાં રાખીને ICC ભવિષ્યમાં મોટો નિર્ણય લઈ શકે છે. જો પરિસ્થિતિ સુધરે નહીં, તો ભારત 2029 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2031 ઘઉઈં વર્લ્ડ કપના યજમાન અધિકાર ગુમાવી શકે છે.

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે આવી પરિસ્થિતિ સર્જાય તો ઓસ્ટ્રેલિયાને બેકઅપ યજમાન તરીકે પસંદ કરવામાં આવી શકે છે. ખાસ કરીને 2029 ચેમ્પિયન્સ ટ્રોફી માટે આ સંભાવના વધુ માનવામાં આવે છે, કારણ કે આ આઠ ટીમોની ટુર્નામેન્ટ સંપૂર્ણપણે ભારતમાં યોજાવાની છે. જ્યારે 2031 ODI વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશ દ્વારા સંયુક્ત રીતે યોજાવાનો છે, તેથી તેની સ્થિતિ થોડું અલગ હોઈ શકે છે. હાલમાં ICC તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં, રાજકીય પરિસ્થિતિ અને ભાગ લેનાર દેશોના સંબંધો ભવિષ્યની ટુર્નામેન્ટના આયોજન પર અસર કરી શકે છે. આગામી મહિનાઓમાં પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે તે પર સૌની નજર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *