થોરાળામાં સામુ કેમ જુવે છે ? તેમ કહી આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

શહેરમાં થોરાળા વિસ્તારમાં સામુ જોવા મુદ્દે આધેડ સાથે ઝઘડો કરી અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ…

શહેરમાં થોરાળા વિસ્તારમાં સામુ જોવા મુદ્દે આધેડ સાથે ઝઘડો કરી અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થોરાળામાં રહેતા વિજયભાઈ કેશુભાઈ ચૌહાણ (ઉ.48) રાત્રીના સમયે થોરાળા વિસ્તારમાં ઈંડાની લારીએ ઉભા હતાં ત્યારે અજાણ્યા શખ્સોએ સામુ કેમ જુવે છે ? આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત બીજા બનાવમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલ પીઠડ આઈ સોસાયટીમાં રહેતાં વિપુલ ગોવિંદભાઈ ચૌહાણ સાથે જયેશ અને ટકા નામના શખ્સે ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *