શહેરમાં બે સ્થળે પોલીસે દરોડા પાડી જુગાર રમતા 11 શખ્સોને ઝડપી લીધા હતા. શ્રીરામ પાર્ક અને નાનામવા મેઇન રોડ પર આવેલી જમુના હેરીટેજ સોસાયટીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે પતા ટીંચતા શખ્સોને રૂા.1.19 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ એસ. એમ.રાણા, એએસઆઇ મહેશભાઇ સોલંકી, કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ રાણા, નિકુજ મારવીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
દરમિયાન બાલાજી હોલ પાસે આવેલી શ્રીરામ પાર્ક સોસાયટી શેરી નં.5માં રહેતો અશ્ર્વિન તાળા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પતા ટીંચતા મકાન માલીક અશ્ર્વિ રણછોડભાઇ તાળા, ઉપરાંત જય અમન પટેલ, પ્રીન્સ અશ્ર્વિન તાળા, અકુંર ડેર અને શૈલેષ પુનાભાઇ ટાંકને ઝડપી લઇ પટ્ટમાંથી રૂા.62,200ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે બીજા દરોડામાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ પી.બી.ત્રાજીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન નાનામવા મેઇન રોડ પર આશ્રય એપાર્ટમેન્ટમાં બી.101માં પોલીસે દરોડો પાડી જુગાર રમતા હરેશ કેશવજીભાઇ ભીમાણી, ઉપરાંત સંદિપ અંબાવીભાઇ હીનશુ, ડેનીશ ચંદુભાઇ ડેડકીયા, જસ્મીન હંસરાજભાઇ મણવર, હાર્દિક પ્રવિણભાઇ ગોરીયા અને પાર્થ ઉદયભાઇ હાસલીયાને ઝડપી પાટી પટ્ટમાંથી રૂા.57000ની રોકડ કબજે કરી તમામ વિરૂધ્ધ જુગાર ધારા એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
