રાજકોટના ઈશ્ર્વરિયા ગામે ઉમિયાધામ દ્વારા કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું, જ્ઞાતિ ભોજન સહિતના સામાજિક કાર્યક્રમો યોજાયા
125 કરોડના ખર્ચે તૈયાર થનાર જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત, દાતાઓ દ્વારા દાનનો ધોધ વહ્યો
પાટીદાર સમાજ બંધારણ અને સામાજિક સુધારણા અંગે સૌરાષ્ટ્રના 51 તાલુકામાં સામાજિક સંમેલનો યોજાશે
રાજકોટના ઈશ્ર્વરીયા ગામે ઉમિયાધામ દ્વારા યોજાયેલ કડવા પાટીદારોના મહાસંમેલનમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ સમાજની હાલની સ્થિતિ અંગે ટકોર સાથે ચિંતા વ્યકત કરી હતી અને જણાવેલ કે ગુજરાતમાં આંતરજ્ઞાતિય લગ્નને લઈને વિવાદના કિસ્સાઓ ખૂબ જ ચગી રહ્યા છે, ત્યારે રાજકોટના સાંસદ અને પાટીદાર નેતા પરષોત્તમ રુપાલાએ મોટું નિવેદન આપ્યું છે. હકીકતમાં રાજકોટ જિલ્લાના ઈશ્વરીયા ગામે ઉમિયાધામ દ્વારા કડવા પાટીદારોનું એક મહાસંમેલન યોજાયું હતુ. જેમાં ઉપસ્થિત રહેલા પરષોત્તમ રુપાલાએ સામાજિક મૂલ્યો, કૌટુંબિક માળખા અને આધુનિક રીતરિવાજો પર ગંભીર ટકોર કરી હતી. આ સાથે જ તેમણે સહકુટુંબમાં અને ગામડે દીકરી ના દેવાની માનસિકતા પર ચિંતા વ્યક્ત કરી હતી. દીકરીઓ દ્વારા ભાગીને કરવામાં આવતા પ્રેમલગ્નો અંગે પોતાનો મત વ્યક્ત કરતાં પરષોત્તમ રુપાલાએ જણાવ્યું કે, આજે માતા અને દીકરી વચ્ચેનો સંવાદ ઘટી ગયો છે. જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ રહી છે.
આથી માતાએ દીકરીઓને થોડો સમય આપવો જોઈએ. જો દીકરીઓના મનમાં કોઈ વિચાર કે મુંઝવણ આવે, તો તે માતા સમક્ષ ખુલ્લા દિલે ચર્ચા કરી શકે તેવી સ્થિતિ હોવી જોઈએ. તેમણે લોકપ્રિય ગુજરાતી લોકગીત ’દાદા એવો વર ગોતજો’નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, પહેલાના સમયમાં દીકરીઓ આપણે ગાતા-ગાતા સમજાવી જતી હતી કે મારા માટે આવું કરજો અને આપણો વ્યવહાર પણ સારી રીતે ચાલતો હતો. જો કે આજે દીકરીઓ દાદાને તો ઠીક તેના બાબા કે માતાને પણ કશું જ કહેતી નથી. આખરે દીકરીઓ પરિવારને પડતો મૂકીને લંગુરની પાછળ ભાગી જાય છે. આ વિષયને સમાજે ખૂબ જ ગંભીરતાથી લેવાની આવશ્યક્તા છે. આ સાથે જ કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને તેમાં પણ દીકરા અને દીકરીઓ વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે મજબૂત થાય તે દિશામાં પણ પ્રયાસ કરવાની આવશ્યક્તા છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ઉમિયાધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયા ગામે આજે 22 માર્ચના કડવા પાટીદારોનું મહાસંમેલન યોજાયું છે. અહીં રૂૂ.125 કરોડના ખર્ચે જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આયોજિત કડવા પાટીદાર સંમેલન દરમિયાન પરષોત્તમ રૂૂપાલાએ સામાજિક મૂલ્યો અને કૌટુંબિક માળખા પર ગંભીર ટકોર કરતા જણાવ્યું હતું કે, ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો)છે એ પૂછે છે. સહકુટુંબમાં અને ગામડે દીકરી દેવી નથી એ ચિંતાજનક છે, ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. કડવા પાટીદાર સંમેલનમાં રૂૂપાલાએ વધુમાં કહ્યું કે, કોઈ ગીધ નજરે જુએ એવી ફેશન આપણા સમાજની શોભા નથી, અંગપ્રદર્શન થાય એવા ડ્રેસ કોડને પ્રમોશન આપવું જોઈએ નહીં.
પરસોતમ રૂૂપાલાએ જણાવ્યું હતું કે, લગ્નમાં પહેલા પ્રિ વેડિંગનો રિવાજ નહોતો. સિદસર ઉમિયાધામ નક્કી કરે તે એક તારીખે જ લગ્ન થાય તેવી પરંપરા હતી. પ્રિવેડિંગ આપણી જરૂૂરિયાત નહોતી, રિવાજ અડખે પડખેથી આપણામાં આવ્યો છે. પહેલા લગ્નનો જેટલો ખર્ચ થતો તેટલો ખર્ચ આજે માત્ર આલ્બમ પાછળ થાય છે. લગ્નના ગીતો મહિલાઓ ગાતી હવે બધું ભાડે આપી દીધું છે. કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂૂર છે.
રૂૂપાલાએ જણાવ્યું હતું કે, ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો) કેટલા છે એ પૂછે છે. અને સહકુટુંબમાં દીકરી દેવી નથી , ગામડે દેવી નથી આ બધું ચિંતા જનક છે. આપણે મૂળ ગામડાના છીયે અને ગામડાથી જ વાંધો!,આપણે ઓરીજીનલ ગામડાની જ આઇટમ છીએ. ખૂબ ગંભીરતા પૂર્વક ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. રૂૂપાલાએ કહ્યું, આ એવો કાળ છે કે જેમાં તમે તમારું કુટુંબ બચાવી લો તો સમજો દેશ બચી ગયો. દરેક કુટુંબમાં ઘર સભા થવી જોઈએ. સામાજિક વિભાજન અને વિઘટનને કારણે સહન શક્તિ ખૂંટી છે. માતા કંઈ કહે તો દીકરી સુસાઇડ કરી લે છે. શોપિંગમાં ન જવા દેવાને લીધે ડાયવોર્સ થયાના કિસ્સાઓ છે. રૂૂપાલાએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત સંયુક્ત કુટુંબમાં દીકરીઓ દેવાની પ્રાયોરિટી આપવી જોઈએ.
છૂટ્ટાછેડા ન થાય તે જોવું અને જો થાય તો સમાધાન પંચ મારફત શાંતિપૂર્વક થાય તે જરૂૂરી છે. ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સ્વપ્ન વચ્ચે પાટીદાર સમાજમાંથી દૂષણો દૂર થાય, સમાજ વિકાસની ગતિ તરફ આગળ વધે. હાલ દેશ વર્ષ 2047માં વિકસિત ભારતનું વિઝન જોઈ રહ્યો હોય ત્યારે પાટીદાર સમાજ કઈ રીતે આગળ વધી શકે અને સમાજમાં રહેલા દૂષણો દૂર થાય અને સમાજ પ્રગતિ કરી શકે.
જેરામ વાંસજાળીયાએ જણાવ્યું હતું કે, કળયુગમાં સંગઠન શક્તિ જ મહાન છે, આપણે ગોવર્ધન પર્વત ઉપાડવાનો છે. કળયુગમાં સંગઠન શક્તિ જ મહાન છે પછી તે સમાજ હોય કે રાજકારણ હોય. આપણે ગોવર્ધન પર્વત ઉપાડવાનો છે. ઉમિયા માતાજીની કૃપાથી તમામ પ્રોજેક્ટો સત્વરે પૂર્ણ થાય તે જરૂૂરી છે. જૂનાગઢના ગાંઠીલા મંદિરના નિલેશ ધૂલેશિયાએ જણાવ્યુ હતું કે, રાજકોટના ઇશ્વરીયામાં GPSC અને UPSCની તૈયારી માટેની શૈક્ષણિક સંસ્થા શરૂૂ થઈ રહી છે.
જે ખૂબ જ સારી બાબત છે. હાલ શિક્ષણમાં વિકાસ એ જરૂૂરી છે. જેમાં મુખ્ય વક્તા તરીકે ભાજપના લોકસભાના સાંસદ પરસોતમ રૂૂપાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે ઉમિયાધામના ટ્રસ્ટી જેરામ વાંસજાળીયા, કડવા પાટીદાર સમાજના મૌલેશ ઉકાણી, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા, નિલેશ ધૂલેશિયા, ચીમન સાપરિયા સહિતના આગેવાનો જોડાયા હતાં. રાજકોટના ઇશ્વરીયા ગામમાં શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્ત પ્રસંગે પરંપરા અને પરિવર્તન વિષય પર સામાજિક સંમેલન યોજાયુ હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે પરસોતમ રૂૂપાલા ઉપસ્થિત રહ્યા. ચૂંટણી પૂર્વે સિદસર ઉમિયા ધામ દ્વારા રાજકોટના ઇશ્વરીયામાં સામાજિક સંમેલન યોજાયુ હતું. જેમાં કયા કયા સામાજિક સુધારાઓની જરૂૂર છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
પાટીદાર સમાજમાં બંધારણની જરૂર
પરસોતમ રૂૂપાલાએ જણાવ્યું હતું કે, લગ્નમાં પહેલા પ્રિ વેડિંગનો રિવાજ નહોતો. સિદસર ઉમિયાધામ નક્કી કરે તે એક તારીખે જ લગ્ન થાય તેવી પરંપરા હતી. પ્રિવેડિંગ આપણી જરૂૂરિયાત નહોતી, રિવાજ અડખે પડખેથી આપણામાં આવ્યો છે. પહેલા લગ્નનો જેટલો ખર્ચ થતો તેટલો ખર્ચ આજે માત્ર આલ્બમ પાછળ થાય છે. લગ્નના ગીતો મહિલાઓ ગાતી હવે બધું ભાડે આપી દીધું છે. કડવા પાટીદાર સમાજમાં બંધારણની જરૂૂર છે.
ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ થશે’
રૂૂપાલાએ જણાવ્યું હતું કે, ઘરે કે કુટુંબમાં કેટલા ડસ્ટબીન (વડીલો) કેટલા છે એ પૂછે છે. અને સહકુટુંબમાં દીકરી દેવી નથી , ગામડે દેવી નથી આ બધું ચિંતા જનક છે. આપણે મૂળ ગામડાના છીયે અને ગામડાથી જ વાંધો!,આપણે ઓરીજીનલ ગામડાની જ આઇટમ છીએ. ખૂબ ગંભીરતા પૂર્વક ચિંતન કરજો, નહીં તો પ્રાણીઓ જેવી સ્થિતિ બનશે. રૂૂપાલાએ કહ્યું, આ એવો કાળ છે કે જેમાં તમે તમારું કુટુંબ બચાવી લો તો સમજો દેશ બચી ગયો. દરેક કુટુંબમાં ઘર સભા થવી જોઈએ. સામાજિક વિભાજન અને વિઘટનને કારણે સહન શક્તિ ખૂંટી છે. માતા કંઈ કહે તો દીકરી સુસાઇડ કરી લે છે. શોપિંગમાં ન જવા દેવાને લીધે ડાયવોર્સ થયાના કિસ્સાઓ છે.
