જૂનાગઢ મેડિકલ કોલેજમાં ભાવિ તબીબો ભાન ભૂલ્યા, રાત્રે બે વાગ્યા સુધી ડીજેના તાલે ઝૂમ્યા

સિવિલ હોસ્પિટલમાં સાયલન્સ ઝોનમાં મોડી રાત સુધી ઘોંઘાટ કરતા સ્થાનિકોમાં રોષ જૂનાગઢની GMERS મેડિકલ કોલેજમાં ગત 20 માર્ચના રોજ યોજાયેલ એન્યુઅલ ફંકશન અને ફેરવેલ પાર્ટી…

સિવિલ હોસ્પિટલમાં સાયલન્સ ઝોનમાં મોડી રાત સુધી ઘોંઘાટ કરતા સ્થાનિકોમાં રોષ

જૂનાગઢની GMERS મેડિકલ કોલેજમાં ગત 20 માર્ચના રોજ યોજાયેલ એન્યુઅલ ફંકશન અને ફેરવેલ પાર્ટી વિવાદમાં ફસાઈ છે. સામાન્ય રીતે રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર કે ઉઉં વગાડવા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે પરંતુ, અહીં ભાવિ તબીબો જ તમામ નીતિ-નિયમો ભૂલીને મોડી રાતના 2 વાગ્યા સુધી ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ કોલેજની બિલકુલ નજીક જ સિવિલ હોસ્પિટલ આવેલી છે, જ્યાં ગંભીર બીમારીઓથી પીડાતા સેંકડો દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. વાયરલ વીડિયોને લઈને ડીને કહ્યું કે, તે દિવસે વરસાદ હોવાથી એન્યુઅલ ફંકશન મોડુ શરૂૂ કરાયું હતું. પરંતુ દર્દીઓને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય જેને લઇ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું મેડિકલ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ઉઉંના અતિશય અવાજ અને ધ્રુજારીને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

આ ઘટનાના વીડિયો વાયરલ થતા મેડિકલ કોલેજના તંત્રની શિસ્ત પર અનેક સવાલો ઊભા થયા છે.આ સમગ્ર વિવાદ અંગે જ્યારે જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન ડો. આમને સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે આશ્ચર્યજનક બચાવ કરતા જણાવ્યું હતું કે, “આ ફંકશન બે દિવસ પહેલાંનું છે. તે દિવસે વરસાદ હોવાના કારણે કાર્યક્રમ મોડો શરૂૂ કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ ઘણો હતો, પરંતુ અમે પૂરતો ખ્યાલ રાખ્યો હતો કે બાજુમાં આવેલી સિવિલ હોસ્પિટલના દર્દીઓને કોઈ તકલીફ ન પડે. મેં રૂૂબરૂૂ જઈને તપાસ કરી હતી અને હોસ્પિટલ સુધી અવાજ જતો નહોતો.

ભલે કોલેજ તંત્ર અવાજ ન જતો હોવાનો દાવો કરતું હોય પરંતુ, વાયરલ થયેલા વીડિયોમાં ઉઉંનો પ્રચંડ અવાજ સ્પષ્ટપણે સંભળાય છે. સવાલ એ ઊભો થાય છે કે, શું શિક્ષણ સંસ્થામાં રાત્રે 12 વાગ્યા પછી ડીજે વગાડવાની મંજૂરી કોણે આપી? હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારમાં મોડી રાત સુધી આવો ઘોંઘાટ કરવો કેટલો વ્યાજબી છે? જો સામાન્ય નાગરિકો માટે નિયમો કડક હોય, તો મેડિકલ કોલેજના છાત્રો માટે કેમ છૂટછાટ? હાલમાં આ મુદ્દે શહેરમાં ચર્ચાઓ તેજ બની છે અને લોકો માંગ કરી રહ્યા છે કે જવાબદાર સત્તાધીશો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં હોસ્પિટલની શાંતિ જોખમાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *