‘અમારી હોટેલમાં કુટણખાનુ ચાલે છે’ તેવા સમાચાર તારા શેઠે કેમ છપાવ્યા, કહી યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

રાજકોટ શહેરની બસસ્ટેન્ડ પાછળ હોટેલ મુનમાં કામ કરતા અને ત્યાં જ રહેતા તેમજ મૂળ દ્વારકાના કલ્યાણપુરના પ્રેમસર ગામના વિજયભાઈ કરસનભાઈ ગોજીયા(ઉ.વ.25)એ એચ.આર.કિંગ હોટેલ વાળા હિરેન…

રાજકોટ શહેરની બસસ્ટેન્ડ પાછળ હોટેલ મુનમાં કામ કરતા અને ત્યાં જ રહેતા તેમજ મૂળ દ્વારકાના કલ્યાણપુરના પ્રેમસર ગામના વિજયભાઈ કરસનભાઈ ગોજીયા(ઉ.વ.25)એ એચ.આર.કિંગ હોટેલ વાળા હિરેન પ્રજાપતિ,મયુર પ્રજાપતિ અને તેની સાથેના વિશાલ નેપાળીનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાવી છે.આરોપીઓએ ધમકી આપતા કહ્યું હતું કે અમારી હોટેલમાં કૂટણખાનું ચાલે છે તેવા સમાચાર તારા શેઠે મિત્રને કહી છપાવ્યા છે તેમ કહી આરોપીઓએ વિજયને બેફામ મારમાર્યો હતો.આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વિજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.12/01 ના સવારથી હું હોટલ મૂન ખાતે મારી નોકરી ઉપર હાજર હતો અને મારા શેઠ ભાવેશભાઈ ગોવા ફરવા માટે ગયેલ હોય તેથી હોટલ નું કામકાજ હું તથા મેનેજર ગૌરાંગભાઈ સંભાળીએ છીએ.ગઈ કાલ સત્ય સમર્પણ ન્યુઝના સોશિયલ મીડિયા પેજ ઉપર એચ. આર. કિંગ હોટલ મીલપરા ખાતે કુંટણખાનું ચાલે છે તે વા ન્યુઝ આપેલ હતા અને આ સત્ય સમર્પણ ન્યુઝવાળા વિશ્વજીતભાઈ મારા શેઠ ભાવેશભાઈ ના મિત્ર હોય તેથી એચ. આર. કિંગ હોટલવાળા હિરેનભાઈ પ્રજાપતિએ કોઈ રીતે ભાવેશભાઇને જણાવેલ કે તમોએ તમારા મિત્ર વિશ્વજીતભાઈના સત્ય સમર્પણ ન્યુઝમાં અમારી હોટેલ એચ.આર.કિંગમાં કુટણખાનું ચાલે છે તેવું છપાવેલ છે.

જેથી ભાવેશભાઈ નો મને ફોન આવેલ અને વાત કરેલ કે તું એચ.આર. કિંગ હોટલવાળા હિરેનભાઈ પ્રજાપતિ ને જણાવ કે મેં તેમની હોટલ વિ શે ન્યૂઝમાં કોઈ માહિતી આપેલ નથી જેથી ગઇ તા.12/01ના રોજ રાત્રિના નવેક વાગ્યાની આસપાસ હિરેનભાઈ ની હોટલ એચ.આર. કિંગ મિલપરા ખાતે ગયેલ અને હિરેનભાઈને જણાવેલ કે, ભાવેશભાઈ તમારી હોટલ વિશે ક્યાય ન્યૂઝમાં અપાવેલ નથી જેથી હિરેનભાઈ તથા તેમના ભાઈ મયુરભાઈ મારી સાથે બોલાચાલી કરવા લાગેલ જેથી હું ત્યાંથી ભાગી ગયેલ અને પેલેસ રોડ ખાતે ખેતલાઆપા ટી સ્ટોલે જતો રહેલ હતો.બાદમાં રાત્રિના દસેક વાગ્યાની આસપાસ મને અમારી હોટેલ ના મેનેજર ગૌરાંગભાઈ નો ફોન આવેલ અને વાત કરેલ કે ત્રણ અજાણ્યા માણસો હોટલે આવેલ છે અને તમને બોલાવે છે.જેથી હું દસેક વાગ્યાની આસપાસ હોટલ મુન ખાતે જતો હતો તેવામાં ખોડીયાર હોટલ વાળી શેરી પર પહોંચેલ તો હિરેનભાઈ પ્રજાપતિ તથા તેમના ભાઇ મયુરભાઈ પ્રજાપતિ તથા વિશાલભાઈ નેપાળી પોતાના હાથમાં હોકી તથા લોખંડના પાઈપ જેવા હથિયાર સાથે ત્યાં ઉભેલ હતા અને હું ત્યાં પહોંચતા જ મને હોકી તથા પાઈપ જેવા હથિયાર વડે મને મારવા લાગ્યા હતા અને હિરેનભાઈ પ્રજાપતિ તેમના હાથમાં રહેલ પાઇપ જેવા હથિયાર વડે મને માથામાં મારી દીધું હતું.

ત્યારબાદ ત્યાં માણસો ભેગા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા અને મને પ્રથમ પદ્મપૂર્ણ હોસ્પિટલ બાદ સીવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયેલ અને સિવિલ હોસ્પિટલથી પ્રાઇવેટ વાહનમાં તેની ગોકુળ હોસ્પિટલ વિદ્યાનગર મેઇન રોડ ખાતે સારવારમાં લાવ્યા હતા.આ મામલે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *