શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા રહેતો યુવાન 80 ફુટ રોડ પર નાસ્તો કરતો હતો. ત્યારે પ્રેમીકાનાં પુર્વ પ્રેમી, તેના બનેવી અને પ્રેમીકાએ ધસી આવી છરી વડે હુમલો કરી માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો . આ અંગે હુમલાખોર પ્રેમીકા સહીત ત્રણેય શખસો વિરુધ્ધ પોલીસ દફતરે ફરીયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા કોઠારીયા સોલવન્ટ વિસ્તારમા આવેલી સીતારામ સોસાયટીમા રહેતો જય અશ્ર્વિનભાઇ ચૌહાણ નામનો ર9 વર્ષનો યુવાન રાત્રીનાં બારેક વાગ્યાનાં અરસામા 80 ફુટ રોડ પર આવેલા બાપુનગર ચોક નજીક હતો ત્યારે પ્રેમીકા શ્ર્વેતા દીલીપસિંગ ગોહેલ, તેનો પુર્વ પ્રેમી ધ્રુવ ગોંડલીયા અને ધ્રુવનાં બનેવી પ્રશાંત નામનાં શખસો સ્કુટરમા ધસી આવ્યા હતા. ધ્રુવ ગોંડલીયાએ છરીનાં બે ઘા ઝીકી દીધા બાદ શ્ર્વેતા ગોહેલ અને પ્રશાંતે ઢીકા પાટુનો માર માર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. આ અંગ સિવીલ હોસ્પીટલ પોલીસ ચોકીનાં સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરતા ભકિતનગર પોલીસ મથકનો સ્ટાફ સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.
હુમલામા ઘવાયેલા જય ચૌહાણે હુમલાખોર ત્રણેય શખસો વિરુધ્ધ નોંધાવેલી ફરીયાદમા જણાવ્યુ હતુ કે છેલ્લા બે મહીનાથી પ્રેમીકા શ્ર્વેતા ગોહેલ સાથે મોરબી જકાત નાકા પાસે ભાડાનાં રૂમમા રહે છે. ગઇકાલે જય ચૌહાણ રાત્રીનાં નવેક વાગ્યાનાં અરસામા શ્ર્વેતા ગોહેલને નંદા હોલ પાસે ઉતારવા માટે આવ્યો હતો. ત્યારે શ્વેતાએ રૂપીયા છ હજાર માગ્યા હતા. જય ચૌહાણ પાસે રૂપીયા નહી હોવાથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી બાદમા જય ચૌહાણ ત્યાથી નીકળી ગયો હતો. અને બાપુનગર પાસે નાસ્તો કરવા ઉભો રહયો હતો. એ દરમ્યાન પ્રેમીકા શ્ર્વેતા ગોહેલ તેનાં પુર્વ પ્રેમી ધ્રુવને મળી હોવાનો ખ્યાલ આવતા ધ્રુવને ફોન કરી બોલાવ્યો હતો. ત્યારે ધ્રુવ, શ્વેતા અને પ્રશાંત ત્રણેય સ્કટુરમા ધસી આવ્યા હતા. અને ધ્રુવે તુ કેમ બધાની બહેન દિકરીને મારવાની વાત કરો છો. તેમ કહી હુમલો કર્યો હોવાનુ જણાવ્યુ હતુ. ફરીયાદનાં આધારે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
