શહેરમા 80 ફુટ રોડ પર આવેલા ખોડીયાર નગરમા રહેતા પ્રૌઢા ઘરેથી નીકળી ગયા બાદ કુવાડવા રોડ પર પહોંચી માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધુ હતુ. પ્રૌઢાનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ 80 ફુટ રોડ પર આવેલા ખોડીયારનગરમા રહેતા ભાનુબેન કરણાભાઇ લામકા નામનાં પ0 વર્ષનાં પ્રૌઢા માનસીક બીમારીનાં કારણે ઘરેથી નીકળી ગયા હતા. અને કુવાડવા પોલીસ સ્ટેશન પાસે પહોંચી ગયા હતા.
જયા માનસીક બીમારીથી કંટાળેલા પ્રૌઢાએ ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડાયા હતા. જયા તેમનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી હતી.
આ ઉપરાંત બીજા બનાવમા લોધીકાનાં પાર પીપળીયા ગામે રહેતા વિજય રમેશભાઇ મકવાણા (ઉ.વ. 3ર) રાત્રીનાં સમયે પોતાનાં ઘરે હતો . ત્યારે કોઇ અગમ્ય કારણસર એસીડ પી લીધુ હતુ . યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
