કુવાડવા પાસે ફિરોઝને દારૂ કટીંગની મંજૂરી કોણે આપી?

જંગલેશ્વરના કુખ્યાત બૂટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયો ફરી સક્રિય થયો છે. રાજસ્થાનથી ફિરોઝે મંગાવેલો રૂૂ.70.38 લાખનો દારૂૂ કુવાડવા જીઆઇડીસીમાંથી કટીંગ થતો હતો તે વખતે જ સ્ટેટ…

જંગલેશ્વરના કુખ્યાત બૂટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયો ફરી સક્રિય થયો છે. રાજસ્થાનથી ફિરોઝે મંગાવેલો રૂૂ.70.38 લાખનો દારૂૂ કુવાડવા જીઆઇડીસીમાંથી કટીંગ થતો હતો તે વખતે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 26304 બોટલ દારૂૂ સહીત રૂૂ.1 કરોડનો મુદ્દામાલ કબજે કરી નાના મવા રોડ પર રહેતાં ફિરોઝના સાગ્રીતની ધરપકડ કરી હતી. આ દરોડામાં ફિરોઝ તેના ભાઈ સુલતાન સહિતના છ ના નામ ખોલ્યા છે. રાજકોટના કુવાડવા વિસ્તારમાં ફિરોઝને આટલા મોટા દારૂૂના જથ્થાનું કટિંગ કરવા મંજુરી કોણે આપી ? તે મામલે તપાસ શરૂૂ કરવામ આવી છે. સ્થાનિક પોલીસ અને મહત્વની બ્રાંચને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના પીએસઆઇ સી. કે. સિસોદિયા અને તેમની ટીમે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આરકે-9 ઇન્ડસ્ટ્રિયલ એરિયા શ્રી રામદેવ પ્લોટ નંબર 5 ખાતે ચાલી રહેલા દારૂૂના કટિંગ પર અચાનક ત્રાટકીને દરોડો રૂૂ,70,38,336ની વિદેશી દારૂૂની નાની-મોટી કુલ 26,304 બોટલો તેમજ કટિંગ અને હેરફેર માટે ઉપયોગમાં લેવાતા 2 વાહનો અને મોબાઈલ સહિત કુલ 1 કરોડનોનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂૂ સાથે નાના મવા સર્કલ પાસે, સંતોષ નગર પ્લોટ નંબર 32માં રહેતા ફિરોઝના ખાસ માણસ ગણાતા પરેશ કુરજીભાઈ પટેલની ધરપકડ કરી હતી. દારૂૂના આ મોટા નેટવર્ક પાછળના મુખ્ય સુત્રધાર જંગલેશ્વર વિસ્તારના બુટલેગર ફિરોઝ હસનભાઈ સંધિ અને સુલતાન હસનભાઈ સંધિ તેમજ કટિંગ વખતે આવેલ વાહન ચાલકો તેમજ દારૂૂ સપ્લાય કરનાર મુખ્ય સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

ફિરોઝ સંધીનું રાજકોટ શહેર તેમજ જીલ્લામાં અગાઉ મોટું નેટવર્ક હતું અને ભૂતકાળમાં પોલીસ મંજુરીથી ફિરોઝે મોટા પ્રમાણમાં દારૂૂનો જથ્થો કટિંગ કર્યો હોય મોટા દારૂૂના જથ્થાની સપ્લાયમાં મુખ્ય બુટલેગર તરીકે ફિરોઝનું નામ ખુલી ચુક્યું છે. થોડા સમયથી ગાયબ થયેલો ફિરોઝ ફરી સક્રિય થયો છે. રાજકોટ અને આસપાસના પંથકમાં મસમોટા દારૂૂના જથ્થાનું સપ્લાય નેટવર્ક ગોઠવનાર ફિરોઝને કુવાડવાના આરકે-9 ઇન્ડસ્ટ્રિયલ એરિયા દારૂૂ કટિંગ માટે મંજુરી કોણે આપી ? રાજકોટ શહેરમાં એટલા મોટા પ્રમાણમાં દારૂૂ ઘુસી ગયો છતાં સ્થાનિક પોલીસ અને મહત્વની બ્રાંચને ગંધ સુધ્ધા ન આવી આ મામલે હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. જેમાં જવાબદાર સામે પગલા લેવામાં આવે તેવી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *