અમદાવાદમાં એર ઇન્ડિયાનું જે પ્લેન ક્રેશ થયું છે તે જ પ્લેનમાં સુરતમાં સરથાણા વિસ્તારમાં રહેતા હીનાબેન કાલરીયા લંડનથી એર ઈન્ડિયાની ફ્લાઈટ-172માં સવાર થઈને બપોરે 12 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. પ્લેનમાંથી ઉતર્યાના દોઢથી બે કલાકમાં જ તેમને આ પ્લેન ક્રેશ થયાના સમાચાર મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે પ્લેનમાં એસી અને ડિસ્પ્લે પણ બંધ હતા.
હીનાબેન કાલરીયાએ જણાવ્યું હતું કે, જયારે હું લંડનથી અમદાવાદ આવવા નીકળી ત્યારે સવા 8 વાગ્યાનું મારું પ્લેન હતું. જે બે કલાક લેટ થયું હતું અને સાડા દસ વાગ્યાની આસપાસ એ પ્લેન ઉપડ્યું હતું ત્યારે મને લાગ્યું કે બે કલાક લેટ કેમ છે, કદાચ હોય શકે કે પ્લેન લેટ હોય શકે પણ પ્લેન ઉપર ચડતું હતું ત્યારે એસી બંધ હતું. મેં એસહોસ્ટને કીધું હતું કે એસી બંધ છે તો એસી ચાલુ કરો અને મેં જયારે ડિસ્પ્લે ચાલુ કરી ત્યારે ડિસ્પલે પણ બંધ હતી અને ડિસ્પ્લેમાં કાઈ જ નહોતું આવતું મને એરહોસ્ટએ એને ટચ કરવાની પણ ના પાડી હતી.
તમારે એન્જોય કરવો હોય તો તમારા મોબાઈલમાં કરો, બધી ડિસ્પ્લે બંધ છે અને કંઇક અવાજ પણ આવતો હતો, ચાલુ થયું ને ઉપર ચડ્યું ત્યારે ઘણો અવાજ પણ આવતો હતો કદાચ જુનું પ્લેન હોય એટલે પણ બની શકે અને નીચે ઉતર્યું ત્યારે એવું લાગ્યું હતું કે કાંઇકને કાંઈક આમાં પ્રોબ્લેમ છે જ કારણ કે જયારે નીચે ઉતર્યું ત્યારે એકદમ અચાનક નીચે ઉતરી ગયું અને મને અંદરથી ડર પણ લાગેલો ત્યારે મેં મારા ભગવાનને યાદ કરેલા, પ્રાર્થના કરેલી ભગવાન હું શાંતિથી ઘરે પહોચી જાવ, મેં બાવા સ્વામીને પણ યાદ કર્યા હતા જયારે હું સવારે ધ્યાનમાં બેઠેલી ત્યારે મેં પ્રાર્થના કરેલી કે ઘરે પ્રભુ હું શાંતિથી પહોચી જાવ,
વધુમાં જણાવ્યું હતું કે, મને ઘણું દુખ થયું હું અમદાવાદની બહાર પણ ન્હોતી નીકળી હું સિવિલ પહોચી ત્યાં મને સમચાર મળ્યા કે એ પ્લેન જ ક્રેશ થયું છે તમે શાંતિથી પહોચી ગયા છોને તો મને ઘણો અંદરથી ડર લાગ્યો હતો હું પ્રભુની કૃપાથી શાંતિથી ઘરે પહોચી ગયી, ત્યારે મેં પ્રભુને પ્રર્થના કરી ભગવાન તે મને ઘરે પહોચાડી દીધી, બાકી એ જ પ્લેન હતું જયારે નીચે ઉતરતું હતું ત્યારે આ ઘટના બની શકે છે, હું ઉતરી એના બે કલાકની અંદર જ આ ઘટના બની હતી.
