તમારે કૈલાશ જવું હોય કે વૈકુંઠ જવું હોય હનુમાનજી રાજમાર્ગ: સ્વામી હરિપ્રકાશદાસજી

હનુમાન ચાલીસા યુવા કથાના બીજા દિવસે ભક્તોનો મહેરામણ ઉમટ્યો: 200 યુનિટ રક્ત એકત્ર કરાયું: 32000 પ્રસાદી કિટ વિતરણ રેસકોર્સ ખાતે ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા…

હનુમાન ચાલીસા યુવા કથાના બીજા દિવસે ભક્તોનો મહેરામણ ઉમટ્યો: 200 યુનિટ રક્ત એકત્ર કરાયું: 32000 પ્રસાદી કિટ વિતરણ

રેસકોર્સ ખાતે ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા કથાના બીજા દિવસ એટલે કે, રવિવારના દિવસે ભક્તોનું મહેરામણ ઉમટયું હતું. બીજા દિવસની કથા શરૂૂ કરતા પહેલા સ્વામી હરિપ્રકાશદાસજીએ વિજયભાઈનું નામ લઈને કહ્યું હતું કે, સમગ્ર ભારતને છાયો આપવાનું કામ રાજકોટ કરે છે. કથાના ઉલ્લેખનીય છે કે, કથાના પ્રારંભ દિવસે રેસકોર્સ ગ્રાઉન્ડ ભગવા રંગે રંગાયું ગયું હતું. પહેલા દિવસે શહેરના સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્વામી પરમાત્માનંજી, રાધા રમણ સ્વામી, વિવેક સ્વામી તેમજ રાજકોટના નામકિત ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. યુવા કથાના પ્રથમ દિવસે શનિવારે હજારોની સંખ્યામાં ભક્તો કથા સાંભળવા આવ્યા હતા અને 200 જેટલી બોટલ બ્લડ ડોનેશન કરાયું હતું. સ્વામી હરિપ્રકાશદાસજીએ સદ્ભાવના ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. ગઈકાલે 32000 જેટલી પ્રસાદ કીટનું વિતરણ થયું હતું. સ્વામીજીએ જણાવ્યું હતું કે હનુમાનજીએ ભારત અને શ્રીલંકાને જોડવાનું કામ કર્યું, જે જોડે એ હનુમાન છે.

બીજા દિવસની કથા પ્રારંભ પહેલા સ્ટેજ પરથી રાજકોટના ફિલ્મ પ્રોડક્શન ગ્રુપ દ્વારા શ્રી સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાની કથા પર એક ગુજરાતી તૈયાર કરાઈ રહ્યું છે જેનું પોસ્ટર સ્વામી હરિપ્રકાશ સ્વામીજીના હસ્તે રિલીઝ કરાયું હતું. આ ફિલ્મ સારંગપુરનો મહિમા, હનુમાન દાદાની કૃપા અને ભક્તિની શક્તિને સમજવાની એક ઉત્તમ તક બનશે, જેથી તેમના હૃદયમાં સંસ્કાર અને આસ્થાના બીજ વવાઈ શકે જે આ ફિલ્મનો મુખ્ય ઉદેશ છે. ફિલ્મનું ગીત 2 એપ્રિલ, હનુમાન જયંતિના પવિત્ર દિવસે રિલીઝ કરાશે સાથે તેજ દિવસે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરાશે. આજે કથા દરમિયાન સ્વામીજીએ જણાવ્યું હતું કે ના ખાવાનું ખાવા માંગ્યું ઈ મહેમાન મહા ભરાડી છે..ખાંડણિયે જે ખંડાણો એનો બાપ કાઠીયાવાડી છે…. કાઠિયાવાડ એ એવી ભૂમિ છે જ્યાં ભગવાન આવે પણ જતા નથી. કૃષ્ણ ભગવાન મથુરામાં જનમ્યા ગોકુળમાં રમ્યા પણ ત્યાં 25 વર્ષ માંડ રહ્યા પછી કાઠિયાવાડમાં આવીને 100 વર્ષ રહ્યા. કાઠિયાવાડની ભૂમિ જે એવી છે કે ભગવાનને પણ રોકાઈ જાવું પડે.

સાળંગપુરધામમાં ગુજરાતનું સૌથી મોટું અન્નક્ષેત્ર કાર્યરત
વ્યાસપીઠ ઉપરથી પરમપૂજ્ય શ્રી હરિપ્રકાસદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સાળંગપુરધામમાં ગુજરાતનું સૌથી મોટું અન્નક્ષેત્ર ચાલે છે. જ્યાં દરરોજના પાંચથી સાત હજાર લોકોને ભોજન આપવામાં આવે છે. તેમજ તહેવારોના દિવસોમાં આ આંકડો 20 હજારને પાર થઈ જાય છે. આ વર્ષે દિવાળી ઉપર 1 લાખ જેટલા હરિભક્તો ભોજન લીધું છે.

કિંગ ઓફ સાળંગપુર ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું

રાજકોટની વામિકા ફિલ્મ પ્રોડક્શન દ્વારા સારંગપુર હનુમાન દાદાના મહિમા પર આધારિત ફિલ્મનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સારંગપુર હનુમાન મંદિરનો મહિમા, તેની સ્થાપનાની કથા અને હનુમાન દાદાના ચમત્કારોને ભાવસભર રીતે રજૂ કરવામાં આવશે. વામિકા પ્રોડક્શનના ડિરેક્ટર પ્રશાંત દેશાવલ છે, સીઇઓ ધ્રુવ દેશાવલ છે, લેખક રેયાંશ ગજ્જર છે અને કોસેપ્ટ અશોક મકવાણાનો છે. આ ફિલ્મ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કારનો સંદેશ આપશે. આ પ્રસંગે તારીખ 28 ડિસેમ્બર ના રોજ રાજકોટ માં ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા કથામાં હરિપ્રકાશ સ્વામીજીના હસ્તે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જ્યારે 2 એપ્રિલ હનુમાન જયંતિના દિવસે ફિલ્મમાં રહેલું હનુમાન દાદાનું ગીત રિલીઝ થશે. 2026 ના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થશે જેની રિલીઝ ડેટ ફિલ્મના ગીત સાથે બહાર પાડવામાં આવશે.

પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા માનવીનો હંમેશા વિનાશ થાય છે
આ અંગે સ્વામી શ્રી હરિપ્રકાસ દાસજીએ જણાવ્યું હતું કે, સૂર્ય પણ પશ્ચિમમાં આથમે છે. તો માણસ જ્યારે પશ્ચિમ સંસ્કૃતિ તરફ જાય છે ત્યારે તેનો વિનાશ અવશ્ય થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *