બામણબોર નજીકથી ચોટીલાના શખ્સને પિસ્તોલ સાથે પોલીસે ઝડપ્યો

બામણબોર પાસેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે ચોટીલાના રવી ધાંધલને એસઓજીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી. અગાઉ કાકાનું મર્ડર થયેલ જેના કારણે ચાલી આવતી અદાવતમાં…

બામણબોર પાસેથી દેશી બનાવટની પિસ્ટલ સાથે ચોટીલાના રવી ધાંધલને એસઓજીની ટીમે પકડી પાડી કાર્યવાહી કરી હતી. અગાઉ કાકાનું મર્ડર થયેલ જેના કારણે ચાલી આવતી અદાવતમાં સુરક્ષા માટે હથીયાર રાખ્યાની કબૂલાત આપી હતી.

દરોડાની વિગત મુજબ, એસઓજી ઈન્ચાર્જ પીઆઈ વિ.વિ. ધ્રાંગુની રાહબરીમાં પીએસઆઈ એમ.વી.જાડેજા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના એએસઆઈ ફિરોજ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ અને કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ એન.ડી.પી.એસ. તેમજ ગેરકાયદેસર હથિયાર વિગેરે જેવી પ્રવૃતિ શોધી કાઢવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રવિ ગભરૂૂ ધાધલ નામનો શખ્સ રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર ચામુંડા હોટલની બાજુમાં બ્લેક કલરનું જાકીટ પહેરી ઉભેલ છે અને તેના કબ્જામાં ગેરકાયેદસર હથીયાર છે તેવી ચોક્કસ હકિકત મળતા તુરત જ સ્ટાફ દોડી ગયો હતો અને તે શખ્સને કોર્ડન કરી તેનું નામ પુછતા પોતે રવિ ગભરૂૂ ધાધલ (ઉ.વ.27 ધંધો-ખેતી કામ, રહે- ચામુંડા નગર ઓચવાણી હોસ્પીટલ પાસે ચોટીલા) હોવાનુ જણાવેલ હતું.

એસઓજીની ટીમે તેની તલાશી લેતાં પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવેલ આવતાં આરોપીની ધરપકડ કરી દેશી બનાવટની પિસ્ટલ કબ્જે કરી હતી. વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીના કાકાનું અગાઉ મર્ડર થયેલ હોય જેથી અદાવત ચાલી આવતી હોવાના કારણે પોતે હથિયાર રાખ્યાની કબુલાત આપી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ મથકમાં આર્મ્સ એકટ સહિતના અનેક ગુના નોંધાયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *