રિક્ષાચાલકે ‘કેટલા વાગ્યા’ તેવું પૂછતાં નસેડીએ ‘તું અહિં કેમ આવ્યો ભાગ’ તેમ કહી પથ્થર વડે માર માર્યો

શહેરમાં ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતો રીક્ષા ચાલક યુવાન હનુમાન મઢી પાસે રીક્ષા ઉભી રાખી દુકાને વિમલ ખાવા દુકાને ગયો હતો ત્યારે કેટલા વાગ્યા તેવું પુછતાં નસેડી…

શહેરમાં ભોમેશ્ર્વર વિસ્તારમાં રહેતો રીક્ષા ચાલક યુવાન હનુમાન મઢી પાસે રીક્ષા ઉભી રાખી દુકાને વિમલ ખાવા દુકાને ગયો હતો ત્યારે કેટલા વાગ્યા તેવું પુછતાં નસેડી શખ્સોએ ‘તું અહિં કેમ આવ્યો ભાગ’ તેમ કહી પથ્થર વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં ભોમેશ્ર્વર શેરી નં.1માં રહેતો દિપક મહેશભાઈ શર્મા નામનો 24 વર્ષનો યુવાન રાત્રીનાં આઠેક વાગ્યાના અરસામાં હનુમાન મઢી ચોકમાં હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી પથ્થર વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસ મથકને જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં ઈજાગ્રસ્ત યુવાન રીક્ષા ચલાવી પરિવારને આર્થિક મદદ કરે છે. ગઈકાલે રીક્ષા લઈને નીકળ્યો હતો ત્યારે હનુમાન મઢી ચોકમાં રીક્ષા ઊભી રાખી દુકાને વિમલ લેવા ગયો હતો તે દરમિયાન દુકાને ઉભેલા શખ્સોને કેટલા વાગ્યા તેવું પુછયું હતું. તે દરમિયાન નશામાં ધૂત શખ્સોએ ‘તું અહિં કેમ આવ્યો ભાગ’ તેમ કહી પથ્થર વડે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે ગાંધીગ્રામ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *