શહેરમાં દારૂૂના દાનવના કારણે વધુ એક પરિવારનો માળો વિખેરાયો છે. મવડી વિસ્તારમાં રહેતા યુવાને દારૂૂની કૂટેવથી કંટાળી માલવીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી દઈ જિંદગી ટૂંકાવી લેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. માલવિયાનગર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર પીડી માલવીયા ફાટક પાસે મોડી રાત્રે આશરે 30 વર્ષીય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવી દેતાં તેના શરીરના બે કટકા થઈ જવાની સાથે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું. જાણ થતા એએસઆઈ એચ. ટી. પરમાર સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડયો હતો. બીજી તરફ મૃતક યુવાન બાબતે ઈન્સ્ટાગ્રામમાં કોઈએ રીલ મૂકી હતી. જે તેના મિત્રના ધ્યાને આવતાં મૃતકના પરિવારને જાણ કરી હતી. પરિવારજનો પોલીસ મથકે પહોંચ્યા બાદ પુછપરછમાં મૃતક જયેન્દ્ર રમેશભાઈ (ઉ.વ.30, રહે. જલારામ-1, શેરી નં.1, મવડી પ્લોટ) હોવાનું ખુલ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ત્રણ ભાઈમાં નાનો અને અપરિણીત હતો. તેને દારૂૂ પીવાની કૂટેવ હતી. આ ટેવથી કંટાળી તે ઘરેથી નીકળી ગયા બાદ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. હાલ પીએસઆઈ પી. રાઠોડ સહિતના સ્ટાફે આ અંગે વધુ તપાસ શરૂૂ કરી છે.
