ઉના તાલુકામાં ટેકાના ભાવે ઘઉં ખરીદી કાચબા ગતિએ: ખેડૂતોમાં રોષ

રજિસ્ટર્ડ લિસ્ટ લાંબુ પણ ખરીદી માત્ર 2-4 ખેડૂતોની: CMને પત્ર લખી પ્રકાશ ટાંકે કરી રજૂઆત સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂૂ કરવામાં આવી છે…

રજિસ્ટર્ડ લિસ્ટ લાંબુ પણ ખરીદી માત્ર 2-4 ખેડૂતોની: CMને પત્ર લખી પ્રકાશ ટાંકે કરી રજૂઆત

સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂૂ કરવામાં આવી છે તે આવકારદાયક પગલું છે, પરંતુ ઉના તાલુકા માં આ ખરીદી અત્યંત ધીમી ગતિએ ચાલી રહીહોવાની ફરિયાદ ઉઠી છે. ભાચા ગામના જાગૃત નાગરિક પ્રકાશ ટાંક દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને પત્ર લખી ને આ મામલે તાત્કાલિક યોગ્ય સૂચના આપવા માંગ કરવામાં આવી છે.તા. 14/05/2025ના રોજ લખાયેલા પત્રમાં પ્રકાશ ટાંકે જણાવ્યું છે કે, સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી ઉના તાલુકામાં શરૂૂ થઈ રહી છે એ ખૂબ સારી બાબત છે.

કારણ કે બજાર ભાવ નીચા હોવાથી ખેડૂતો ને નુકસાન થતું હોય છે, ત્યારે ટેકાના ભાવે સરકારી ખરીદી થતા ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.
પત્રમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઉના તાલુકામાં ખૂબ જ ધીમી ગતિએ ઘઉંની ખરીદી થાય છે. ઉના તાલુકામાં ઘઉંનું વાવેતર વધુ પ્રમાણમાં થયેલ છે અને ઉત્પાદન પણ સારું મળેલ છે. છતાં ઉનામાં થતી ખરીદીમાં ફક્ત બે થી ચાર ખેડૂતોના જ નંબર આવે છે.

રજિસ્ટર થયેલા ખેડૂતોનું લિસ્ટ ખૂબ લાંબુ હોવા છતાં દરરોજ માંડ 2-4 ખેડૂતોના જ ઘઉં ખરીદાતા હોવાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. પત્રમાં ચિંતા વ્યક્ત કરતા લખ્યું છે કે, “રજીસ્ટર થયેલ ખેડૂતોનું લિસ્ટ ખૂબ લાંબુ હોય તેઓના નંબર ક્યારે આવશે? ચોમાસુ આડે ફક્ત ગણતરીના દિવસો બાકી હોય સત્વરે ઘઉંની ખરીદી માટે દરરોજ વધારેમાં વધારે ખેડૂતોને લાભ મળે તે બાબતે યોગ્ય સૂચના આપવા રજૂઆત કરી છે ખેડૂતોની મુખ્ય વ્યથા એ છે કે ધીમી પ્રક્રિયા ના કારણે દરરોજ ફક્ત 2-4 ખેડૂતોના જ ઘઉં ખરીદાતા હોવાથી હજારો ખેડૂતોનો વારો આવે તેમ નથી. થોડા દિવસોમાં ચોમાસુ બેસી જશે. જો ખુલ્લામાં પડેલા ઘઉં પલળી જશે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે. નવો પાક લેવા માટે ખેડૂતોને પૈસાની તાતી જરૂૂર હોય છે. ખરીદી મોડી થવાથી આગામીવાવેતરખોરવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ રહીં છે.

ઉના પંથકના ખેડૂતોએ પણ માંગ કરી છે કે સરકાર તાત્કાલિક ધોરણે ખરીદ કેન્દ્રો વધારે અને દરરોજ ખરીદાતા ખેડૂતોની સંખ્યા બમણી-ત્રમણી કરે, જેથી ચોમાસા પહેલા તમામ રજિસ્ટર્ડ ખેડૂતોના ઘઉં ટેકાના ભાવે ખરીદાઈ જાય.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *