દાયકા બાદ વેસ્ટઈન્ડીઝનું ઈંગ્લેન્ડને હરાવવાનું સ્વપ્ન પૂર્ણ, 30 રને વિજય

T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 30 રનથી પરાજય આપીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં શેરફેન રધરફોર્ડની…

T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 30 રનથી પરાજય આપીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં શેરફેન રધરફોર્ડની વિસ્ફોટક 76 રનની ઇનિંગ અને બોલરોના શિસ્તબદ્ધ પ્રદર્શનને કારણે કેરેબિયન ટીમે ટૂર્નામેન્ટમાં સતત બીજો વિજય હાંસલ કર્યો છે. વર્ષ 2016 પછી પ્રથમ વખત વર્લ્ડ કપના મંચ પર વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને પછાડવામાં સફળતા મેળવી છે, જે આ ટીમના પુનરુત્થાનનો સંકેત આપે છે.

મેચની શરૂૂઆતમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વેસ્ટ ઈન્ડિઝની શરૂૂઆત અત્યંત ખરાબ રહી હતી અને ટીમે માત્ર 7 બોલમાં જ 2 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જોકે, ત્યારબાદ મધ્યક્રમમાં બેટ્સમેનોએ બાજી સંભાળી હતી:

શેરફેન રધરફોર્ડ અણનમ 76 રનની આક્રમક ઇનિંગ બાદ રોસ્ટન ચેઝ અને જેસન હોલ્ડર: અનુક્રમે 34 અને 33 રનનું મહત્વનું યોગદાન આપ્યું. કેરેબિયન બેટ્સમેનોએ અંતિમ 5 ઓવરમાં 66 રન ઝુડ્યા હતા, જેના કારણે ટીમનો સ્કોર 196 રન સુધી પહોંચ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ માટે આ જીત ભાવનાત્મક રીતે પણ મહત્વની છે. છેલ્લે 2016 ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ત્યારથી લઈને છેલ્લા 10 વર્ષ સુધી કેરેબિયન ટીમ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે જીતવા માટે તરસતી હતી. વાનખેડેના મેદાનમાં મળેલી આ જીતે દસ વર્ષના લાંબા વિરામ બાદ હારના સિલસિલાનો અંત આણ્યો છે.

197 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ દબાણ હેઠળ જોવા મળી હતી. કેરેબિયન બોલરો સામે કોઈ પણ બેટ્સમેન લાંબી ઇનિંગ રમી શક્યો નહીં: સેમ કુરન 43 રન બનાવી અણનમ રહ્યો, પરંતુ ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહીં. જેકબ બેથેલ: 33 રનનું યોગદાન આપ્યું હતું. જોસ બટલર કેપ્ટન માત્ર 21 રન બનાવી શક્યો. ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત ઓવરોમાં માત્ર 166 રન જ બનાવી શકી હતી. નોંધનીય છે કે, અગાઉની મેચમાં પણ ઈંગ્લેન્ડ માંડ નેપાળ સામે 4 રનથી જીત્યું હતું, જે દર્શાવે છે કે ટીમ હાલ ખરાબ ફોર્મ માંથી પસાર થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *