ચૂંટણી પૂરી થયા બાદ અધિકારીઓને જોઈ લેશું, વડોદરાના સાંસદની ચીમકી

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી પહેલા તમામ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મનપાના નાના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.…

વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી પહેલા તમામ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મનપાના નાના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કેટલાક અધિકારીઓ વિપક્ષ સાથે મળીને સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

હેમાંગ જોશીએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી નજીક આવતા જ કેટલાક અધિકારીઓ વિપક્ષ સાથે મળીને જાણીજોઈને પ્રજા માટે ’કૃત્રિમ સમસ્યાઓ’ ઉભી કરે છે. અમુક અધિકારીઓ વિપક્ષી કોર્પોરેટરો સાથે ’સેટિંગ’ કરે છે. વોર્ડ નંબર 16માં ખાસ કરીને ’પાણી પોલિટિક્સ’ શરૂૂ કરવામાં આવ્યું છે.

અધિકારીઓ પાણી પુરવઠો બંધ કરીને ગાયબ થઈ જાય છે. જ્યારે ભાજપના કોર્પોરેટરો તેમને શોધે ત્યારે તેઓ મળતા નથી, પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરનો ફોન આવતા જ અધિકારીઓ તરત હાજર થઈ જાય છે. આવો ભેદભાવ રાખનારા અને વિપક્ષ સાથે ભળેલા અધિકારીઓને સાંસદે ચેતવણી આપી કે, “ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે.

તેમણે આરોપ લગાવ્યો કે કોર્પોરેટરો અને કેટલાક અધિકારીઓની મીલીભગતથી વિકાસ કામો અટકાવવામાં આવે છે. હેમાંગ જોશીના કહેવા મુજબ પહેલા પાણીના વાલ્વ બંધ કરી તેની ચાવી ગાયબ કરી દેવામાં આવે છે પછી જ્યારે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટર પહોંચે ત્યારે જ ચાવી મળી આવે છે અને સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે. આ સમગ્ર પ્રકરણ દ્વારા લોકોમાં એક ખાસ છબી ઉભી કરવાનો પ્રયાસ થતો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *