આવતીકાલે એક સાથે પાંચ વોર્ડના 240 વિસ્તારોમાં ઝીંકાયો પાણીકાપ

ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 7, 13, 14, 17 અને 18માં કાલે પીવાનું પાણી નહીં મળે રાજકોટ શહેરમાં ઉનાળાનો કાળઝાળ આરંભ થયો છે ત્યારે…

ઈસ્ટ અને સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 7, 13, 14, 17 અને 18માં કાલે પીવાનું પાણી નહીં મળે

રાજકોટ શહેરમાં ઉનાળાનો કાળઝાળ આરંભ થયો છે ત્યારે ગત મહિને બે વાર પાણીકાપ ઝિંકાયા બાદ આવતીકાલે તા.11ના રોજ વોર્ડ નં.7-પાર્ટ, 13-પાર્ટ, 14-પાર્ટ, 17-પાર્ટ, 18-પાર્ટમાં પમ્પીંગ સ્ટેશનમાં હેડર લાઈન બદલવા અને ટાંકાની સાફ સફાઈ તેમજ વાલ્વ મુકવા માટે શહેરની 120 સોસાયટીમાં પાણીકાપની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના પુર્વ ઝોનનાં વિનોદનગર પમ્પીંગ સ્ટેશન પર હેડર લાઈન બદલવાની કામગીરી તથા GSR સફાઈની કામગીરી સબબ તેમજ સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન પર GSR સફાઈની તથા ભાદર ઇનકમિંગ વાલ્વ મુકવાની કામગીરી માટે પાણી વિતરણ બંધ રાખવાની ફરજ પડી હોવાનું મહાપાલિકાના સુત્રોએ જણાવ્યું છે.

વોર્ડ નં. 18 પાર્ટના વિનોદનગર હેડવર્કસ વિસ્તારની રાધાકૃષ્ણાનગર, રાધાનગર, રેઈનબો સોસાયટી, જવાહરનગર, શિવપાર્ક, શ્રદ્ધાપાક સહિતની 29 સોસાયટી તેમજ વોર્ડ નં. 17 પાર્ટના બાબરીયા કોલોની, અયોઘ્યા સોસાયટી, સુભાષ નગર અઇઈ,આશાપુરા નગર, કોઠારિયા રોડ,જમના નગર,હકરીઘવા રોડ,કિરણ સોસાયટી, સુભાષ નગર 6,નહેરુનગર,જૂનું સુભાષ નગર, રાજલક્ષ્મી સોસાયટી, કામનાથ સોસાયટી, વિશ્રાન્તિ નગર,વિક્રાંતિ નગર, હુડકો-અ અને ઇ, મોરારી નગરમાં પાણી વિતરણ બંધ રહેશે. આ ઉપરાંત વોર્ડ નં.13 પાર્ટના ગુરુકુળ હેડવર્કસ વિસ્તારના નવલ નગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાસનગર, પંચશીલ સોસાયટી, હરિદ્વાર સોસાયટી, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા, ગુણવતીનગર, જે.કી.પાઠક પાર્ક, શિવનગર, રામનગર, લોધેશ્વર સોસાયટી, માલવિયા નગર, અંબાજી કડવા પ્લોટ, સ્વાશ્રય સોસાયટી, વેધવાડી, જૂની પપૈયાવાડી, નવી પાપૈયા વાડી, ટપુભવાન પ્લોટ વિસ્તાર વોર્ડ નં. 7પાર્ટના ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વિગેરેનો સમાવેશ થાય છે.

વોર્ડ નં. 14 પાર્ટના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક અને વોર્ડ નં 17 પાર્ટના નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઈન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *