ગોંડલમાં ઘડિયાળના ધંધાર્થીનો ડેમમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ

  ગોંડલમાં ઘડીયાળના ધંધાર્થીએ આશાપુરા ડેમમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને એક મહિના પહેલા…

 

ગોંડલમાં ઘડીયાળના ધંધાર્થીએ આશાપુરા ડેમમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આપઘાતનો પ્રયાસ કરનાર યુવાને એક મહિના પહેલા ડિગ્રી વગર તબીબ સારવાર કરતા હોવાની અને આ કહેવાતા તબીબે અડપલા કર્યાની પોલીસમાં અરજી કરી હતી જો કે, તેણે લખેલી સ્યુસાઇટ નોટમાં કોઇનો વાંક ન હોવાનુ જણાવ્યુ છે.

આ અંગે પોલીસે હોસ્પિટલે દોડી જઇ યુવાનનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં નવા માર્કેટ યાર્ડ પાસે આવેલા શ્રીનાથજી પાર્ક શેરી.નં1માં રહેતા અને ઘડીયાળનો ધંધો કરતા ભવ્યેશભાઇ વિનોદભાઇ ઢોલ (ઉ.વ.45)નામના યુવાને આજે સવારે આશાપુરાડેમમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જો કે, ત્યા હાજર લોકોએ તેને બચાવી લઇ પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે પ્રથમ ગોંડલ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં તેણે આપઘાતનો પ્રયાસ કર્યા પૂવે લખેલી સ્યુસાઇટ નોટ મળી આવી હતી જેમા તેણે તેની જાતે આ પગલુ ભરતુ હોવાનુ અને કોઇના ડરથી કે બીકથી આ પગલુ ભરતો ન હોવાનુ જણાવ્યુ હતુ. જયારે ભવ્યેશભાઇએ એક મહિના અગાઉ પોલીસમાં કરેલી અરજી કયાનું જાણવા મળ્યુ છે જેમા તેણે જણાવ્યા મુજબ ખંભાનું દુખાવો હોય જેથી મોવીયા રોડ પર આવેલી માનવ દર્દ ઉપચાર નામના દવાખાનમાં દવા લેવા જતા ત્યા હાજર ડોકટર રસીક કાલરીયાએ તેમની સાથે શારીરીક અડપલા કર્યા હતા અને આ કહેવાતા તબીબ ડિગ્રી વગર પ્રેટીસ કરતા હોવાનુ અને લોકો પાસેથી ફીના ઉભરાણા કરતા હોય જેથી તેના વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા અરજી કરી હતી. જો કે, તેમણે આપઘાતનો પ્રયાસ સા માટે કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *