કમાટીબાગ ઝૂમાં હિપોપોટેમસના પીંજરામાં પ્રવાસીઓ પહોંચી ગયા

વડોદરાના પ્રખ્યાત કમાટીબાગ ઝુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ કેટલાક સહેલાણીએ હિપોપોટેમસના પાંજરામાં ઘૂસ્યા હતા અને જોખમી રીતે…

વડોદરાના પ્રખ્યાત કમાટીબાગ ઝુમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ કેટલાક સહેલાણીએ હિપોપોટેમસના પાંજરામાં ઘૂસ્યા હતા અને જોખમી રીતે તેના દર્શન કર્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગાર્ડ દ્વારા ખોરાક નાખ્યા બાદ પાંજરૂૂ ખુલ્લુ રહી ગયુ હતું અને સહેલાણીએ ખુલ્લા ગેટનો લાભ લઇને પાંજરામાં ઘૂસ્યા હતા.

આ ઘટના અને વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયોમાં જોવા મળ્યુ છે કે, કેટલાક લોકો હિપોપોટેમસને ખોરાક કે ઘાસ ખવડાવી રહ્યા છે. જો આ સમયે હિપોપોટેમસે હુમલો કર્યો હોત અને કોઇ દુર્ઘટના સર્જાઇ હોત તો જવાબદારી કોણ લેત. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ઝુ ઓથોરિટી એક્શનમાં આવી. અને તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો છે. ઝુ સત્તાધીશોએ સિક્ટોરિટી ગાર્ડને નોટિસ ફટકારીને ખુલાસો તો માગ્યો છે પરંતુ સાથે જ સ્વીકાર કર્યો છે કે આ ઘટનામાં ક્યાંક જવાબદારીમાં ચૂક રહી છે. જોકે આ ઘટના માટે તંત્ર સુરક્ષા સાથે સહેલાણીઓને પણ દોષિત ગણાવી રહ્યા છે.તો બીજી તરફ સત્તાધીશો નાગરિકોને જંગલી જાનવરોથી દૂર રહેવાની સાથે નિયમોના પાલન માટે સલાહ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *