માધાપર ચોકડીએ ACB ત્રાટકી, ટીમને જોઇ ટ્રાફિક પોલીસે પહોંચ આપી દીધી

ઇકો ચાલક પાસે ઉઘરાણા કરતા ટ્રાફિક પોલીસ અને વોર્ડનને ફભબ કચેરીએ લાવવામાં આવ્યા   શહેરના માધાપર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસના નામે ચાલતા કથિત ઉઘરાણાના રેકેટનો…

ઇકો ચાલક પાસે ઉઘરાણા કરતા ટ્રાફિક પોલીસ અને વોર્ડનને ફભબ કચેરીએ લાવવામાં આવ્યા

 

શહેરના માધાપર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસના નામે ચાલતા કથિત ઉઘરાણાના રેકેટનો પર્દાફાશ કરવા આજે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે રંગીંગ ટ્રેપ ગોઠવી હતી, જોકે, કાર્યવાહી અંતિમ તબક્કામાં પહોંચે તે પૂર્વે જ ટ્રાફિક પોલીસના જવાને એસીબીની ટીમને ઓળખી લેતા પરિસ્થિતિ પારખી જઈ કોન્સ્ટેબલે તાત્કાલિક રૂૂ.500નું ઓનલાઈન ચલણ જનરેટ કરી દીધું હતું, તેમ છતાં એસીબીએ કોન્સ્ટેબલ અને વોર્ડન બંનેને કચેરીએ લાવી સઘન પૂછપરછ હાથ ધરી છે.

પોલીસ અને એસીબી સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના માધાપર ચોકડી પાસે ફરજ બજાવતા ટ્રાફિક પોલીસકર્મીઓ અને વોર્ડનો દ્વારા મુસાફરો ભરીને જતા ઇકો કાર ચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં ઉઘરાવવામાં આવતા હોવાની ગંભીર ફરિયાદો એસીબીને મળી હતી. આ ફરિયાદોની ખરાઈ કર્યા બાદ આજે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. એસીબીના પી.આઈ એ.એ.ખોખર અને તેમની ટીમે ગોઠવેલી ટ્રેપમાં કાર્યવાહી દરમિયાન જ્યારે લાંચની રકમની લેવડદેવડનો તબક્કો આવ્યો, ત્યારે જ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલની નજર એસીબીની ટીમ પર પડી હતી અને તે ટીમને ઓળખી ગયો હતો. એસીબીની હાજરીની જાણ થતાં જ કોન્સ્ટેબલે ચતુરાઈ વાપરીને કાયદેસરની કાર્યવાહીનો ઢોંગ રચતા ઇકો ચાલકના નામે રૂૂ.500નું ઓનલાઈન દંડનું ચલણ જનરેટ કરી આપ્યું હતું, જેથી લાંચના મામલાને ટ્રાફિક નિયમના ભંગના દંડમાં ખપાવી શકાય.

જોકે, એસીબીના અધિકારીઓએ આ સમગ્ર ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી હતી. ચલણ જનરેટ કર્યા હોવા છતાં, અગાઉથી મળેલી ફરિયાદ અને સંજોગોવશાત્ ઉભી થયેલી શંકાના આધારે એસીબીની ટીમે ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ અને વોર્ડનને અટકાયતમાં લઈ એસીબી કચેરીએ ખસેડ્યા હતા. કચેરી ખાતે બંનેની લાંબી પૂછપરછ શરૂૂ કરવામાં આવી છે, જેમાં ઇકો ચાલકો પાસેથી અગાઉ કેટલી રકમ ઉઘરાવવામાં આવી છે અને તેમાં કોની કોની સંડોવણી છે તે દિશામાં તપાસ કેન્દ્રિત કરાઈ છે.

કોર્ટ અને કાયદાકીય જાણકારોના મતે, જો તપાસ દરમિયાન લાંચની માંગણી કે સ્વીકારના પૂરતા પુરાવા અને ટેકનિકલ કે સાક્ષી આધારિત તથ્યો સામે આવશે, તો માત્ર દંડનું ચલણ ફાડવાથી આરોપીઓ કાયદાકીય જવાબદારીમાંથી છટકી શકશે નહીં. એસીબી દ્વારા પૂછપરછ પૂર્ણ થયા બાદ પ્રાથમિક અહેવાલ અને પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. માધાપર ચોકડીની આ ઘટનાએ પોલીસ બેડામાં અને ખાસ કરીને ટ્રાફિક શાખામાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *