વડિયાના તોરી ગામે થયેલા સરપંચ પર હુમલા વિરૂધ્ધ કલેક્ટર અને એસપીને ગ્રામજનોનું આવેદનપત્ર

અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામે થોડા દિવસ પેહલા કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ સોનલબેન પાનસુરીયાના પતિદેવ યોગેશ પાનસુરીયા અને તોરી ગામના સરપંચ પરેશ કોટડીયા…

અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામે થોડા દિવસ પેહલા કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ સોનલબેન પાનસુરીયાના પતિદેવ યોગેશ પાનસુરીયા અને તોરી ગામના સરપંચ પરેશ કોટડીયા વચ્ચે સ્થાનિક કારણો સર એક બીજા પર હુમલાઓ કરી મારામારીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં બંને પક્ષે ઈજાઓ થતા હોસ્પિટલની પથારીએથી સામ સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદના થોડા દિવસ બાદ તોરી ગામના લોકોએ સાથે મળીને અમરેલી જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર તોરી ગામના સરપંચ પર યોગેશ પાનસુરીયાના શખ્સ દ્વારા બે રહેમી થી અત્યાચાર કરી, મારકૂટ કરી,ગ્રામપંચાયત તોરી ખાતે ખૂની હુમલો કરેલ છે અને સરપંચ પરેશ કોટડીયાને કાનમાં અને માથાના ભાગે ઈજાઓ થયેલ છે.

તોરી ગામમાં કાયદાનું નહિ ગુંડારાજનુ શાસન ચાલતું હોય તેવુ ભયનું વાતાવરણ ઉભું કરેલ છે. આ બાબતે બીએનએસની કલમ 109 મુજબ ગુનો દાખલ કરવા ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી છે. સાથે એ પણ જણાવવામાં આવ્યુ છે કે આ શખ્સ માથાભારે અને રાજકીય વગ ધરાવતો હોય તેમેજ અગાવ પણ આ શખ્સ ઉપર ખૂની હુમલો, અત્યાચાર, છેતરપિંડી અને એસ્ટ્રોસીટી જેવા ગંભીર ગુનાઓની ફરિયાદ થયેલી છે ત્યારે આ શખ્સને પાસા હેઠળ ધરપકડ કરી કાર્યવાહી કરવા તોરી ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.

આ આવેદનપત્ર આપતા સમયે ઉપસ્થિત લોકોએ જાહેરમાં મીડિયા સમક્ષ એ પણ જણાવ્યું હતુ કે કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખના પતિદેવ યોગેશ પાનસુરીયા સતત દારૂૂ પીવે છે તોરી ગામમાં ખુલ્લેઆમ દારૂૂ વેચાય છે અને વડિયા પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી ત્યારે તોરી ગામના લોકો દ્વારા અમરેલી એસપી અને કલેક્ટર ઓફિસના ગ્રાઉન્ડમાં વડિયા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. ત્યારે આવેદનપત્ર માં આપેલી વિગત અને સ્થાનિકોએ આપેલી મીડિયા બાઈટમાં જે જણાવ્યું છે તે તમામ આક્ષેપો સાચા હોય તો તોરી ગામમાં ગુંડારાજની સ્થિતિ અને ગાંધીના ગુજરાતના તોરી ગામમાં વેંચતા દારૂ પર કાર્યવહી કરવી જરૂરી બને છે. હવે રાજકીય વગ ધરાવતા આ શખ્સ સામે અમરેલી જિલ્લા કલેક્ટર અને જીલ્લા પોલીસ વડા કોઈ કાર્યવાહી કરે છે કે પછી સબ સલામતના જ ગુણગાન ગાશે તે તો આવનારો સમય જ બતાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *