અંબાજી મંદિરમાં દાંતાના રાજવી પરિવારના પૂજા અધિકાર સમાપ્ત થતા ગામ સજ્જડ બંધ

અંબાજી મંદિરની પૂજાના અધિકાર માટે હાઈકોર્ટના ચુકાદા બાદ સ્થાનિક લોકોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. દાંતા રાજવી પરિવારના સમર્થનમાં આજે સમગ્ર શહેર સ્વયંભૂ સજ્જડ…

અંબાજી મંદિરની પૂજાના અધિકાર માટે હાઈકોર્ટના ચુકાદા બાદ સ્થાનિક લોકોમાં વિરોધનો સૂર જોવા મળી રહ્યો છે. દાંતા રાજવી પરિવારના સમર્થનમાં આજે સમગ્ર શહેર સ્વયંભૂ સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. મહત્વનું છે કે હાઈકોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો કે આસો નવરાત્રિની આઠમની પૂજા અને આરતી પર હવે દાંતાના રાજવી પરિવારનો કોઈ વિશેષાધિકાર (ઙશિદશહયલય) રહેશે નહીં. આ પૂજાનો લાભ હવે સામાન્ય ભક્તો પણ લઈ શકશે. જેની સામે છેલ્લા 1100 વર્ષોથી રાજવી પરિવાર અંબાજી મંદિરમાં નવરાત્રિની આઠમની પૂજા અને આરતી કરતો આવ્યો છે.

જેથી ત્યાંના મોટાભાગના સ્થાનિકો પણ ઇચ્છી રહ્યા છે કે આ પરંપરા જળવાઈ રહે.આઝાદ ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી તેમજ દાંતામાં બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યા હતા. લોકોનું કહેવું છે કે સદીઓ જૂની આસ્થા સાથે ચેડા કરવા યોગ્ય નથી, રેલી બાદ રાજવી પરિવાર અને હાજર અનેક સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂજાનો અધિકાર પુન: સ્થાપિત ફરી થયા તેવી માંગ કરી છે.

રાજવી પરિવારે કહ્યું છે હાઈકોર્ટના આ નિર્ણય ખોટો છે, અમે સરકારને રજૂઆત કરીશું કે આક્રોશ વધે તે પહેલા ઝડપથી નિર્ણય લેવામાં આવે, તો બીજી તરફ કરણી સેનાએ પણ રાજવી પરિવારને ટેકો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે આ તો ફક્ત ટ્રેલર છે, વહેલીતકે નિર્ણય નહીં આવે તો આંદોલન કરીશું બનાસકાંઠાના દાંતાના રાજવી પરિવાર અને અંબાજી મંદિર ટ્રસ્ટ વચ્ચે દાયકાઓથી કાનૂની લડાઈ ચાલી રહી હતી. દાંતા સ્ટેટના રાજવી પરિવારનો દાવો હતો કે, પરંપરાગત રીતે આઠમની હવન પૂજા અને આરતીનો પ્રથમ હક તેમનો છે. આ પરંપરા રાજાશાહીના સમયથી ચાલી આવતી હતી અને તેને તેઓ પોતાનો કાનૂની અને ધાર્મિક અધિકાર ગણાવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *