કાલે શ્રવણ નક્ષત્રમાં વિજયા દશમી : શસ્ત્ર પૂજન, નવી ખરીદી માટે ઉત્તમ

આસો સુદ નોમને મંગળવાર તા.20-10-26નાં દિવસે વિજયા દશમી એટલે કે દશેરા છે. મંગળવારે બપોરના 12.51 કલાક સુધી નોમ તિથી છે ત્યારબાદ દસમ તિથી છે જ્યારે…

આસો સુદ નોમને મંગળવાર તા.20-10-26નાં દિવસે વિજયા દશમી એટલે કે દશેરા છે. મંગળવારે બપોરના 12.51 કલાક સુધી નોમ તિથી છે ત્યારબાદ દસમ તિથી છે જ્યારે બુધવારે બપોરના 12.13 કલાક સુધી દસમ તીથી છે નિયમ પ્રમાણે પંચાંગ પ્રમાણે તથા પૌરાણિક કથા પ્રમાણે રામ ભગવાને રાવણને બપોરે અપરાહન કાળ મા મારેલા આથી જે દિવસે બપોરના 2 થી 4 કલાક વચ્ચે દશમ તિથિ હોય તે દિવસે દશેરા માન્ય ગણાય આમ જોતા બુધવારે બપોરે 12.13 કલાક સુધી જ દસમ તીથી છે જ્યારે મંગળવારે બપોરે સંપૂર્ણ દસમ તિથિ હોતા દરેક પંચાંગ પ્રમાણે તથા નિયમ પ્રમાણે મંગળવારે દશેરા છે તથા શ્રવણ નક્ષત્ર સાંજના છ કલાક સુધી પણ ઉત્તમ છે.

દશેરા વર્ષ ના ચાર વણજોયા મુહૂર્તના દિવસોમાંથી એક દિવસ છે. (1) ચૈત્ર સુદ એકમ (2) અખાત્રીજ (3) દશેરા (4) બેસતું વર્ષ. આ ચાર દિવસોને વર્ષનાં વણજોયા મુહૂર્ત દિવસ કહેવાય છે. તેમાં દશેરાનું મહત્વ ખાસ વધી જાય છે. દશેરાનાં દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે ચંદ્રબળ નક્ષત્ર રાશી ચોઘડિયા જોવાની જરૂૂર રહેતી નથી. દશેરાનો દિવસ વણજોયા મુહૂતનો હોવાથી આખો દિવસ શુભ છે. આ દિવસે નવી દુકાનનું ઉદ્ઘાટન કરવું, ખાતમુહૂર્ત કરવું, ખરીદી કરવી, સોના ચાંદી, પુજાનો સામાન, લગ્નનો સામાનની ખરીદી કરવી.વાસ્તુ, નવચંડી કથા, ચંડીપાઠ તથા નવા મકાનમાં કળશ પધરાવવો શુભ અને ઉત્તમ છે. દરેક પ્રકારનાં શુભ કાર્ય કરવા આ દિવસે શુભ છે. અને નવુ વાહનની ખરીદી કરવી, જમીન મકાનની ખરીદી કરવી પણ શુભ રહેશે. ઉત્તમ ફળદાયક રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2.27 થી 3.13 સુધી છે. દશેરાનાં દિવસે રામ ભગવાને રાવણને બપોરે અપરાહન કાળનાં વિજય મુહૂર્તમાં માર્યો હતો.

આ દિવસે પાંડવોએ વનવાસનાં તેરમા વર્ષે શમી એટલે કે ખીજડાનાં વૃક્ષની બખોલમાં પોતાના હથિયાર છુપાવેલા તે મેળવી અને અર્જુને દશેરાનાં દિવસે વિજય ટંકાર કરેલો આથી દશેરાના દિવસે શમી એટલે કે ખીજડાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે શસ્ત્રોનું લોકરક્ષા માટે દેવી સ્વરૂૂપે પૂજન કરવા મા આવે છે. દશેરાનાં દિવસે નવદુર્ગા માતાજીની છબી તથા કુળદેવી માતાજીની છબીને કંકુ, ચોખા કરી ફુલઅર્પણ કરી ત્યાર બાદ સાંજનાં સમયે કુળદેવીનાં મંત્ર જપ કરવા. 3, 7 અથવા 11 માળા કરવી. ત્યારબાદ માતાજીને પ્રાર્થનામાં પોતાની શુભ અને સાચી મનોકામના બોલાવી સિધ્ધિ આપશે. માતાજીની આરતી કરવી નૈવૈધ અર્પણ કરવું.
મંગળવારે પણ સાંજના સમયે દિવસ આથમ્યા પછી દીવો કરી અને ગરબાનું વિસર્જન કરી શકાય છે. ગરબાનો વિસર્જન શુભ મુહૂર્તમાં શુભ ચોઘડિયામાં મંગળવારે સાંજના સમયે દિવસ આથમ્યા પછી કરવા જવું ઉત્તમ રહેશે ગરબો મંદિરે નદીના વહેતા પાણીમાં પધરાવો શુભ ગણાય છે.
(સંકલન શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન)

દશેરાના શુભ મુહૂર્તની યાદી
દિવસના શુભ ચોઘડિયા
સવારે ચલ: 9:37 થી 11:05
સવારે લાભ: 11:05 થી 12:31
બપોરે અમૃત: 12:31 થી 1:58
બપોરે શુભ: 3:24 થી 4:50
બપોરે અભિજીત મુહૂર્ત: 12:06 થી 12:54
રાત્રીના શુભ ચોઘડિયા
લાભ: 7:50 થી 9:24
બપોરે અપરાહ્ન કાળનું વિજય મુહૂર્ત 2.27 થી 3.13
શુભ પ્રદોષ કાળ રાત્રે: 6:17 થી 8:43
નોંધ સાંજના સમયે પ્રદોષ કાળમાં અથવા રાત્રિના લાભ ચોઘડિયામાં ગરબો વિસર્જન કરવા જવુ શુભ રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *