જસાધાર ગીર રેન્જમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતા ચકચાર

સમગ્ર વિશ્વમાં જેની ગર્જના અને ઠાઠની ઓળખ છે, તેવા ગીરના સિંહની પજવણી કરતો એક હૃદયદ્રાવક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગીર…

સમગ્ર વિશ્વમાં જેની ગર્જના અને ઠાઠની ઓળખ છે, તેવા ગીરના સિંહની પજવણી કરતો એક હૃદયદ્રાવક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો ગીર પૂર્વની પૂર્વ જસાધાર રેન્જનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક બાઈક ચાલક સિંહને જોઈને પોતાનું વાહન પૂરપાટ ઝડપે તેની પાછળ દોડાવે છે.અચાનકપાછળથીઆવતી બાઈકને જોઈ જંગલનો રાજા સિંહ પણ ગભરાઈ જાય છે અને પોતાનો જીવ બચાવવા દોટ મૂકે છે.

રાજાથી રંક બનાવી દીધો હોય તેવા આ વિડીયો ના કારણે વન્યજીવ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે
સિંહની પજવણીનો આ વીડિયો તેની સલામતી અને અસ્તિત્વ સામે અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. જંગલનો રાજા કહેવાતા સિંહને આમડરાવીનેભગાડવા ની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે.જે સિંહની ગર્જનાથી જંગલ ધ્રૂજે, તેને બાઈક પાછળ દોડવું પડે એ કેટલી શરમજનક વાત છે એવી લાગણી પ્રકૃતિપ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે.

વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળસિંહનીપજવણી કરવી એ ગંભીર ગુનો છે.આવા બેજવાબદાર બાઈક ચાલકના કારણે સિંહ ભયભીત થઈને અકસ્માતનો ભોગ બની શકે છે અથવા માનવ વસ્તી તરફ દોડી જઈ મોટી દુર્ઘટના સર્જી શકે છે. આ ઘટનાસિંહોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સણસણતો સવાલ ઉભો કરે છે.

વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે.ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.વીડિયોના આધારે બાઈકનો નંબર અને ચાલકની ઓળખ મેળવી તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવાઈ છે.જંગલના રાજા ની પજવણી કરનાર કોઈને પણ બક્ષવામાં નહીંઆવે તેવી ચીમકી વન વિભાગે ઉચ્ચારી છે.

ગીરના સિંહ માત્ર ગુજરાતનું નહીં, સમગ્ર એશિયાનું ગૌરવ છે.તેની સુરક્ષા કરવાની જવાબદારી દરેક નાગરિકની છે.આવા તત્વો સામે કડક ઉદાહરણ બેસે તેવી કાર્યવાહીની માંગ પ્રબળ બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *