ચોટીલા પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાથી સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. મોલડી હાઇવે પર આવેલી એક હોટલમાંથી કેમિકલનો જથ્થો પકડાયા બાદ, સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને ફરજમાં દાખવેલી ગંભીર બેદરકારી સામે ઉચ્ચ અધિકારીઓએ આકરા પાણીએ આવીને સસ્પેન્શનના આદેશ જારી કર્યા છે. બે દિવસ અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની વિઝિલન્સ ટીમે મોલડી હાઇવે પર આવેલી એક હોટલ પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન હોટલમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. ચોંકાવનારી બાબત એ છે કે, આટલો મોટો જથ્થો હોવા છતાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ નક્કર કે પૂરતી કાર્યવાહી કરવામાં આવી નહોતી, જેના કારણે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા હતા.
ઉચ્ચ અધિકારીઓની તપાસમાં ફરજમાં બેદરકારી સાબિત થતા નીચે મુજબના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેમા જે. એન. સોલંકી (ઙઈં, ચોટીલા), બી. એન. ગલચર (ઙજઈં, ચોટીલા), દિલીપભાઈ માંજરીયા (પોલીસકર્મી), નરેન્દ્રસિંહ પરમાર (પોલીસકર્મી) નો સમાવેશ થાય છે. જિલ્લામાં વહીવટી તંત્ર અને પોલીસ વડાની કડકાઈ હોવા છતાં, કેમિકલ માફિયાઓનો આ ગોરખધંધો કેવી રીતે ફૂલ્યોફાલ્યો તે તપાસનો વિષય બન્યો છે. શું આ માફિયાઓ પર કોઈના ’છૂપા આશીર્વાદ’ હતા કે પછી કોઈ ચોક્કસ ’વ્યવહારૂૂ સિસ્ટમ’ના કારણે પોલીસ અંધારામાં રહી? આ તમામ પાસાઓ પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાનગી રાહે ઊંડાણપૂર્વકની તપાસ શરૂૂ કરવામાં આવી છે.
