ઉનાના ઉમેજમાં 300 વિઘા જમીનમાંથી દબાણ હટાવાયુ

ઉના તાલુકાના ઉમેજ ગામમાં કરોડો રૂૂપિયાની 300 વિઘા જમીન પર કરવામાં આવેલ દબાણ પર ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં ગૌચર જમીન…

ઉના તાલુકાના ઉમેજ ગામમાં કરોડો રૂૂપિયાની 300 વિઘા જમીન પર કરવામાં આવેલ દબાણ પર ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જેમાં ગૌચર જમીન પર થયેલ દબાણ પણ દૂર કરવામાં આવશે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી તારીખ 16 થી 19 સુધી એટલે કે 4 દિવસ સુધી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કામગીરીમાં 4 JCB  દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી સવાર થી શરૂૂ કરવામાં આવેલ છે જેમાં 21 પોલીસ કર્મચારી નો બંદોબસ્ત રાખવામાં આવેલ છે તે સીવાય 8 તલાટી મંત્રી અને એક નાયબ મામલતદાર પર સ્થળ પર હાજર છે 4 દિવસ સુધી ચાલનારી કાર્યવાહીમાં 300 વિઘા પરનું દબાણ દૂર કરવામાં આવશે જેમાં 30 વિઘા થી વધુમાં આંબા તેમજ નાળીયેરીના બગીચા પરનું દબાણ દૂર કરવામાં આવશે.

દબાણ દૂર કરવાની કાર્યવાહી અંગે ઉમેજ ગામના તલાટી મંત્રીનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આજે સાંજ સુધીમાં 15 વિઘા જમીન પર થી દબાણ દૂર કરવામાં આવેલ છે જેની કિંમત 1.25 કરોડ રૂૂપિયા જેટલી આંકવામાં આવી છે આમ તંત્ર 4 દિવસમાં 300 વિઘા જમીન પર દબાણ દૂર કરવાની વાતો વચ્ચે પ્રથમ દિવસે માત્ર 15 વિઘા માં 4 જેસીબી દ્વારા ડિમોલેશન દૂર થયેલ જો 4 દિવસમાં 300 વિઘા જમીન પર થી દબાણ દૂર કરવાનું હોય તો એક જેસીબી 3.75 વિઘા જમીન પરથી દબાણ દૂર કર્યું તો રોજ 75 વિઘા જમીન પર થી દબાણ દૂર કરે તો 4 દિવસમાં 300 વિઘા જમીન પરથી દબાણ દૂર થાય એ માટે તંત્ર દ્વારા 20 જેસીબી થી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તોજ આ 300 વિઘા પરનું દબાણ દૂર થાય અન્યથા 4 જેસીબી થી આ દબાણ દૂર થાય નહીં જે રીતે 4 જેસીબી થી કાર્યવાહી થાય તો 60 વિઘામાં દબાણ દૂર થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *