વાહન ચોર ગેંગનો પર્દાફાશ, 8 સ્કૂટર સાથે બે ઝડપાયા

શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વાહનચોરી, ઘરફોડ ચોરી અને ચીલઝડપ જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ખાસ સૂચના આધારે રાજકોટ…

શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા વાહનચોરી, ઘરફોડ ચોરી અને ચીલઝડપ જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની ખાસ સૂચના આધારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂૂ.3.95 લાખના આઠ ચોરાઉ વાહન સાથે બે શખ્સોને ઝડપી લઇ વાહનચોરીના 8 વણઉકેલાયેલા ગુનાઓનો એકસાથે ભેદ ઉકેલી નાખ્યો છે.

મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચના હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, કૃષ્ણદેવસિંહ ઝાલા અને અર્જુનભાઇ ડવ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી કે બે શખ્સો ચોરાઉ સ્કુટર સાથે નીકળવાના છે, જેના આધારે ની મદદથી બે શંકાસ્પદ ઇસમોને વિવિધ કંપનીના ચોરાઉ મોટરસાયકલો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

જેમાં કુંભારવાળા, નારી રોડ, પાણીના અવેડા પાસે રહેતા હસમુખ પ્રસાદભાઇ નિમાવત (ઉં.વ. 38) અને બોટાદના ગઢડાના પાટણા ગામના કુલદીપ જેસીંગભાઇ સીંધવ (ઉં.વ. 27) ની ધરપકડ કરી બન્ને પાસેથી રૂૂ. 3,85,000ના અલગ-અલગ કંપનીના કુલ 8 દ્વિચક્રી વાહનો કબ્જે કર્યા છે, સુઝુકી એક્સેસ – 3 નંગ, હીરો સ્પ્લેન્ડર પ્લસ, હીરો એચ.એફ. ડીલક્સ સહીતના 8 વાહન કબજે કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હસમુખ અને કુલદીપે રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 7 અને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી 1 વાહન ચોરી કર્યું હતું.

આમ, ક્રાઇમ બ્રાન્ચે કુલ 8 ગુનાઓ ડીટેક્ટ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્યા મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા , એસીપી (ક્રાઇમ) ભરત બી. બસીયાની સુચનાથી ક્રાઈમ બ્રાંચના પી.આઇ. એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પી.એસ.આઇ. એ.એન. પરમાર સહિત સ્ટાફના રઘુવીરસિંહ જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ અને રવીરાજભાઇ પટગીરે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *