જામનગરમાં વોટરપાર્કમાં નાહવા માટે બોલા ચાલી બાદ બે મિત્રો વચ્ચે તકરાર

  જામનગરના ભીમવાસ વિસ્તારમાં ધૂળેટી રમી રહેલા ચાર મિત્રો પૈકી વોટરપાર્કમાં નાહવા જવા બાબતે બે મિત્રો વચ્ચે તકરાર થઈ હતી, અને એક કોલેજીયન યુવાન પર…

 

જામનગરના ભીમવાસ વિસ્તારમાં ધૂળેટી રમી રહેલા ચાર મિત્રો પૈકી વોટરપાર્કમાં નાહવા જવા બાબતે બે મિત્રો વચ્ચે તકરાર થઈ હતી, અને એક કોલેજીયન યુવાન પર તેના જ મિત્રએ છરી વડે હુમલો કરી દેતાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, જે હુમલા બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ભીમવાસ શેરી નંબર -2 માં રહેતો અને કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો કપિલ મગનભાઈ ગોહિલ કે જે ગઈકાલે ભિમવાસ વિસ્તારમાં પોતાના જ અન્ય મિત્રો ધીરજ સોલંકી ચિરાગ વગેરે સાથે હોળી ધુળેટી માં કલરથી રમ્યો હતો, ત્યારબાદ વોટરપાર્ક માં નાહવા જવા બાબતે બન્ને મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં ધીરજ સોલંકીએ ઉશકેરાઈ જઈ કપિલ ગોહિલ પર હુમલો કરી દીધો હતો, અને છાતિના ભાગે છરીનો એક ઘા ઝીંકી દીધો હતો. જેથી કપિલની છાતિમાં છરી ખુપી ગઈ હતી, અને તેને રિક્ષામાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં તબીબે તેના શરીરમાંથી છરી કાઢી લીધી હતી, અને ટાંકા લઈને સારવાર કરી આપી હતી. જે હાલ જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જેણે સામાન્ય બાબતમાં મજાક મસ્તી કરીને પોતાની સાથે તકરાર કરનાર ધીરજ સોલંકી સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. આ બનાવ મામલે સિટી બી.ડિવિઝન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ સોયબભાઈ મકવા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *