ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. બોઘરાની કંપનીમાં તોડફોડ કરી લૂંટ

જસદણના ખારચીયા(જામ) ગામે પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની એમ.એમ. યાન્સ પેઢીમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્વીફ્ટ કાર લઈને ધસી આવેલ ઉદય ધાધલ નામના શખ્સે…

જસદણના ખારચીયા(જામ) ગામે પૂર્વ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની એમ.એમ. યાન્સ પેઢીમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્વીફ્ટ કાર લઈને ધસી આવેલ ઉદય ધાધલ નામના શખ્સે લોખંડના રોડ વડે ઓફિસના કાચ તોડી નાખ્યા હતા. જયારે ઓફિસમાં રહેલ રોકડ ઉઠાવી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલામાં આટકોટ પોલીસે તોડફોડ, લૂંટ સહીતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

મળતી વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ જસદણના ખારચીયા(જામ) ગામે એમ.એમ. યાન કંપની કોલોનીમાં રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાન મુનેશસિંહ બચ્ચુસિંહ રોતેલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઉદય દિલીપ ધાધલ(રહે. જસદણ)નું નામ આપી જણાવ્યું હતું કે, તે ગઈ તા.27 ના રાત્રીના સાડા આઠ વાગ્યે એમ. એમ. યાન્સના મુખ્ય ગેટ પાસે સીકયુરીટી તરીકે ફરજ પર આવેલ હતો. તેમની સાથે શ્યામકુમાર દરજી તથા ઇકબાલ ઠાકુર પણ સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરવા આવેલ હતા.

દરમિયાન ગઈકાલે વહેલી સવારના આશરે છ વાગ્યે એક સફેદ કલરની સ્વીફટ ગાડી મુખ્ય ગેઇટ પાસે આવેલ હતી. જેમાથી એક વ્યકતી લોખંડનો રોડ લઇને ઘસી આવેલ હતો. મુખ્ય ગેઇટ પાસે આવી ડો. બોઘરા સાહેબનુ નામ લઇ ગાળો આપી, સીકયુરીટી ઓફીસના કાચ તોડવા જતા તેને અટકાવતા તેણે કહેલ કે, સાઈડમાં જતા રહો, તમે કોઇ વચ્ચે આવતા નહી, નહીતર તમને મારીશ, આ એમ.એમ.યાન્સના માલીકોને મારી નાખવા છે, આ કંપની સળગાવી નાખવી છે તેમ કહી ધમકી આપતા ફરીયાદી ડરી જતા સાઇડમાં જતા રહેલ હતા. બાદ તે શખ્સે પોતાની પાસે રહેલ લોખંડના રોડથી સીકયુરીટી ઓફીસની ત્રણ બાજુના કાચ તોડી નાખેલ હતા.

ઓફીસમા વે-બ્રીજ (વજન) કાંટાના ચાર હજાર રોકડા લાલ કલરના ડબ્બામાં પડેલ હતા તે રૂૂપીયા લઇ ગાડીમાં બેસી જતો રહેલ હતો. ત્યારબાદ અમ શેઠ રમેશભાઈને બનાવની જાણ કરતા તેમણે કહેલ કે, હું બહાર છું, હું ભુપતભાઈ તથા પોલીસને જાણ કરી આપુ છુ તેમ જણાવ્યું હતું. થોડીવારમાં ભુપતભાઈ ભાયાણી તથા નટુભાઈ નાવડીયા વગેરે આવી ગયેલ હતા.તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કરી તોડફોડ કરી રોકડ લૂંટી જનાર શખ્સનું નામ ઉદય દીલીપ ધાધલ જણાવેલ હતું. બાદ યુવાને ઓફિસના કાચ તોડી રૂૂ. 35 હજારની નુકસાની સર્જી રૂૂ. 4 હજારની રોકડ લૂંટી જનાર શખ્સ સામે આટકોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *