લોધીકા તાલુકાના રાતૈયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તંત્રને ઔદ્યોગીક પ્રદુષણ અને આ અંગે ગંભીર ચિંતા વ્યકત કરતી રજુઆત કરવામાં આવી હતી.
રજુઆતમાં જણાવાયું છે કે રાતૈયા ગામે આશરે 10/12 વર્ષથી મેટોડા જીઆઇડીસીનું કેમિકલવાળુુ સફેદ ફીણ અને દુર્ગંધવાળુ પાણી અમારા ડેમામં આવેછ ે તે રાતૈયા મેટોડા ખીરસરા અમરેલી સલવાગ અને ઇટાળા એમ 6 ગામોની આશરે 2500 થી 3000 વીઘા ખેતી- લાયક જમીનમાં આ પ્રદુષિત પાણી ગેર કાયદેસર રીતે વર્ષોથી વહીને આવી રહ્યું છે.
આ ઝેરી પ્રદુષિત પાણીના કારણે ખેતરોની ફળદ્રુપ જમીન બિન ઉપજાવ બની રહી છે તેમજ ભુગર્ભ જળ, પ્રદુષિત થવાથી ખેતી અને પાકને ભારે નુકસાન થઇ રહ્યું છે. આ દુષિત પાણી અને ભુગર્ભ જળના પ્રદુષણને કારણે પશુઓ અને સ્થાનિક નાગરિકોના આરોગ્ય પર ગંભીર અસરો થઇ રહી છે અને જન આરોગ્યને મોટુ જોખમ છે.
આ માટે અમે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને અને છ વખત રજુઆત કરેલી તે લોકો પાણીની બોટલ ભરી સેમ્પલ લઇ ગયા હતા અને પાસા લગભગ 6/7 વાર સેમ્પલ લઇ ગયેલ પણ જવાબ આજ સુધી અમને આપ્યો નથી. એટલે અમારા વતી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજુઆત કરવામાં આવે છે કે આ અમારી વ્યાજબી માંગણીનો તાત્કાલીક અમલ કરાવવામાં આવે અને અમારે ગાંધી ચીંધ્યા મારગે તા.30/9ના રોજ સવારે 8:30 થી રાતના 12 સુધી ઉપવાસ છાવણીમાં બેસવાનું છે જનેી નોંધ લેશો.
