વૈભવના નાના ભાઇનો ધમાકો, 119 બોલમાં 168 રન ફટકાર્યા

10 વર્ષીય આશીર્વાદે સ્થાનિક મેચમાં ધૂમ મચાવી ક્રિકેટ જગત 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, ત્યારે તેનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી…

10 વર્ષીય આશીર્વાદે સ્થાનિક મેચમાં ધૂમ મચાવી

ક્રિકેટ જગત 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે, ત્યારે તેનો નાનો ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ ઘરેલુ સ્તરે પોતાને વિકસાવી રહ્યો છે અને સ્થાનિક સ્તરે પોતાના બેટથી તબાહી મચાવી રહ્યો છે. એક સ્થાનિક ટુર્નામેન્ટમાં, 10 વર્ષીય આશીર્વાદે માત્ર 119 બોલમાં 168 રનની ધમાકેદાર ઇનિંગ રમીને પોતાની ટીમને મોટી જીત અપાવી.

બિહારના સમસ્તીપુર જિલ્લાના વૈભવના ગામ તાજપુરમાં રમાયેલી સ્થાનિક મેચમાં આશીર્વાદ સૂર્યવંશી પોતાની ટીમ રિષભ-11 (સમસ્તીપુર) વતી રમ્યો હતો. પોતાના મોટા ભાઈ વૈભવની જેમ આશીર્વાદે પણ ટીમ ઇનિંગની આક્રમક શરૂૂઆત કરી અને રોશન-11 (વૈશાલી) ના બોલરોને ધોઈ નાખ્યા. આશીર્વાદે ફક્ત 119 બોલનો સામનો કર્યો અને વૈભવની જેમ તેણે પણ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને 168 રનની ઝડપી ઇનિંગ રમી. પોતાની ઇનિંગમાં આશીર્વાદ સૂર્યવંશીએ 19 ચોગ્ગા અને છ છગ્ગા ફટકારીને પોતાની ટીમને વિજય અપાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *