સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીને આરામ જરૂરી

પ્રતિ વર્ષ એક મહિનો આપવા ગાવસ્કરનું સૂચન ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે ભારતીય ક્રિકેટર્સને બ્રેક આપવા બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસકર કહે છે…

પ્રતિ વર્ષ એક મહિનો આપવા ગાવસ્કરનું સૂચન

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે ભારતીય ક્રિકેટર્સને બ્રેક આપવા બાબતે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સુનીલ ગાવસકર કહે છે કે કેલેન્ડર પર એક નજર નાખો અને તમે જોશો કે ભારત દર મહિને ક્યાંક ને ક્યાંક રમી રહ્યું છે. આપણા ક્રિકેટરોનું સ્વાસ્થ્ય અને ફિટનેસ પણ મહત્ત્વપૂર્ણ છે અને વર્ષમાં આપણા ખેલાડીઓ માટે એક મહિનાનો સ્પષ્ટ આરામ હોવો જોઈએ.

સુનીલ ગાવસકર વધુમાં કહે છે, આ વર્ષનું શેડ્યુલ પહેલાંથી જ નક્કી થઈ ગયું છે અને કંઈ બદલી શકાતું નથી, પરંતુ IPL આવતા વર્ષે વહેલી શરૂૂ થાય અને સમાપ્ત થાય એવો વિચાર છે તો કૃપા કરીને ફક્ત ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટના ચાહકો માટે એક મહિનાનો આરામ ઉમેરો. સુનીલ ગાવસકરે દરેક મેચમાં કોઈ ખેલાડીને આરામ આપીને નવા ખેલાડીને ડેબ્યુ કરાવીને ભારતીય કેપને સસ્તી બનાવવાને બદલે એનું મૂલ્ય જાળવી રાખવાનું સૂચન કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *