વર્લ્ડ કપમાં પ્રેક્ટિસ સમયે પાકિસ્તાની ખેલાડી પતિદેવ સાથે ફરવા જતી રહી

પાકિસ્તાનના પુરુષ ક્રિકેટરો 2023ના વન-ડે વર્લ્ડ કપ અને 2024ના ટી-20 વિશ્વ કપ વખતે અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા અને ડ્રેસિંગ-રૂૂમમાં જૂથબંધી ચાલતી હતી એવું જ કંઈક…

પાકિસ્તાનના પુરુષ ક્રિકેટરો 2023ના વન-ડે વર્લ્ડ કપ અને 2024ના ટી-20 વિશ્વ કપ વખતે અંદરોઅંદર ઝઘડી પડ્યા હતા અને ડ્રેસિંગ-રૂૂમમાં જૂથબંધી ચાલતી હતી એવું જ કંઈક હાલમાં પાકિસ્તાનની મહિલા ટીમમાં ચાલી રહ્યું છે જે વિશે કહેવાય છે કે ઇંગ્લેન્ડમાં ચાલતા વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ દરમ્યાન આ ટીમને આંતર કલહ નડી રહ્યો છે. ટીમની એક સિનિયર પ્લેયરના શિસ્તભંગને લીધે ટીમમાં વિખવાદ વધી ગયો છે. ટીમમાં જૂથ પડી ગયા છે અને કોચ કહે છે કે તેમના પ્લાન પ્રમાણે ખેલાડીઓ રમતી જ નથી.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ-ચાર વર્ષમાં મહિલા ટીમના વારંવાર કોચ બદલ્યા છે. કેપ્ટન સનાએ ટીમ મેનેજમેન્ટ સમક્ષ વાંધો ઉઠાવતા કહ્યું હતું કે ટીમની હોટેલમાં આપણી ટીમની વરિષ્ઠ ખેલાડી આલિયા રિયાઝની રૂૂમમાં તેનો પતિ અલી યુનિસ પણ રહે છે એ જરાય નહીં ચલાવી લેવાય.’ સનાના જોરદાર વિરોધને પગલે જ અલી યુનિસને પત્ની આલિયાની રૂૂમમાંથી જતા રહેવાની ફરજ પાડવામાં આવી હતી. જોકે શનિવારે બાંગ્લાદેશ સામેની મેચના આગલા દિવસે પાકિસ્તાનની વિમેન્સ ટીમ પ્રેક્ટિસ માટે મેદાન પર ઊતરી ત્યારે એમાં આલિયા નહોતી.

થોડી વાર પછી ખબર પડી હતી કે ટીમ પ્રેક્ટિસ નક્કી થઈ હોવા છતાં આલિયા તેના પતિ સાથે સાઇટ-સીઇંગ પર જતી રહી હતી. બીજા દિવસે બાંગ્લાદેશ સામેની મેચ માટેની ટીમમાં 200 આંતરરાષ્ટ્રીય મેચની અનુભવી 33 વર્ષીય ઑલરાન્ડર આલિયાના સમાવેશ સામે કેપ્ટન સનાએ વિરોધ કર્યો હતો, પણ હેડ-કોચ વહાબ રિયાઝે તેને ધરાર ટીમમાં લેવડાવી હતી. આલિયા એમાં ઝીરોમાં આઉટ થઈ હતી અને પાકિસ્તાનની ટીમ હારી ગઈ ત્યાર પછી ડ્રેસિંગ-રૂૂમમાં કેપ્ટન સનાએ હેડ-કોચ વહાબને બધાની હાજરીમાં કહ્યું કે ‘તમે ટીમના પ્રોટોકોલ્સનો ભંગ કર્યો એટલે આ પરાજય માટે તમે જ જવાબદાર છો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *