વૈભવની સ્ફોટક બેટિંગ, મયંકની શાનદાર બોલિંગ, ભારતે ઝિમ્બાબ્વે શ્રેણી જીતી

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ભારતે 35 રને જીત મેળવી સીરિઝમાં ઝિમ્બાબ્વેનો વ્હાઇટ વોશ કર્યો છે. ભારતીય ટીમ બે…

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે હરારેમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ભારતે 35 રને જીત મેળવી સીરિઝમાં ઝિમ્બાબ્વેનો વ્હાઇટ વોશ કર્યો છે. ભારતીય ટીમ બે મોટા ફેરફાર સાથે મેદાને ઉતરી હતી. સૂર્યાંશ શેગડે અને અશોક શર્માને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઝિમ્બાબ્વેની ટીમ 157 રન જ બનાવી શકી હતી. ત્રીજી ટી20 મેચમાં ભારત માટે વૈભવ સૂર્યવંશી અને મયંક યાદવ જીતનો હીરો સાબિત થયા હતા. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ તરફથી વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ શાનદાર શરૂૂઆત કરી હતી.

પરંતુ દર વખતની જેમ અભિષેક શર્માનું બેટ ચાલ્યું નહીં અને માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો. પરંતુ વૈભવ સૂર્યવંશીએ એક છેડો સંભાળી બેટિંગ ચાલું રાખી. તેણે 49 બોલનો સામનો કરી 81 રન બનાવ્યાં હતા. જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાનો સામેલ હતા. વૈભવનો સૌથી નાની ઉંમરે ટી-20 ઇન્ટરનેશનલમાં બે ફિફટીનો રેકોર્ડ બન્યો હતો. 193 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમની શરૂૂઆત ખરાબ રહી. ભારતીય ઝડપી બોલર મયંક યાદવે મેચના પહેલા જ બોલ પર બ્રાયન બેનેટને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો.

ઓફ-સ્ટમ્પની બહાર બાઉન્સર શોર્ટ લેથના બોલને બેનેટ બેકફૂટ પર જઈને ડિફેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બોલ બેટનો બહારનો કિનારો લઈને ઝડપથી ફર્સ્ટ સ્લિપ તરફ ગયો. ત્યાં ઉભેલા વૈભવ સૂર્યવંશીએ ચિત્તા જેવી ચપળતા બતાવતા શાનદાર કેચ ઝપટ્યો. બેનેટ ખાતું પણ ખોલી શક્યા નહોતા. આ સાથે ગોલ્ડન ડકમાં વિકેટનો મયંકે રેકોર્ડ કર્યો હતો. ઝિમ્બાબ્વે હજુ આ શરૂૂઆતના ઝટકામાંથી બહાર આવ્યું પણ નહોતું કે ઝડપી બોલર યશ ઠાકુરે એક જ ઓવરમાં મેચનો રંગ બદલી નાખ્યો. ક્રીઝ પર ટકી રહેવાનો પ્રયાસ કરી રહેલા ડિઓન મેયર્સને આઉટ કરીને યશે ભારતને બીજી સફળતા અપાવી.

મેયર્સે 15 બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 19 રન બનાવ્યા હતા. ત્યારબાદની જ બોલ પર યશ ઠાકુરે ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર અને કેપ્ટન સિકંદર રઝાને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધા. રવિ બિશ્નોઈએ બેન કરનને 20 રન પર આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી. ત્યારબાદ મયંક યાદવે ઝડપી રન બનાવી રહેલા વેસ્લી માધેવેરેને 28 રન પર આઉટ કર્યો. માધેવેરે અને રાયન બર્લ વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 60 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી તૂટ્યા બાદ તરત જ અશોક શર્માએ તાદિવાનાશે મારુમાનીને માત્ર 1 રન પર આઉટ કરીને ઝિમ્બાબ્વેને છઠ્ઠો ઝટકો આપ્યો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *