મીરાબાઈ ચાનુનો ઈતિહાસ, કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ મેડલ

સતત ત્રણ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો રેકોર્ડ ત્રીજો મેડલ મળ્યો ગ્લાસગોમાં ચાલી રહેલી 2026 કોમનવેલ્થ ગેમ્સમાંથી ભારત માટે ખૂબ જ ગર્વ લેવા જેવા સમાચાર આવ્યા…

સતત ત્રણ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો રેકોર્ડ ત્રીજો મેડલ મળ્યો

ગ્લાસગોમાં ચાલી રહેલી 2026 કોમનવેલ્થ ગેમ્સમાંથી ભારત માટે ખૂબ જ ગર્વ લેવા જેવા સમાચાર આવ્યા છે. ભારતની શાન અને સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં શાનદાર પ્રદર્શન કરતા દેશને આ ગેમ્સનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. મીરાબાઈએ મહિલાઓની 48 કિગ્રા વજન વર્ગ શ્રેણીમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ખાસ વાત એ છે કે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં આ મીરાબાઈનો સતત ચોથો મેડલ છે અને ગોલ્ડ મેડલની હેટ્રિક છે. આ સાથે જ ચોથા દિવસે ભારતીય છાવણીમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે.

મીરાબાઈ ચાનુએ સતત ત્રણ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને એક અનોખો ઈતિહાસ રચી દીધો છે. અગાઉ તેમણે વર્ષ 2018 અને 2022 ની કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો અને હવે 2026 માં પણ આ સિલસિલો જાળવી રાખ્યો છે. અત્રે નોંધનીય છે કે, 2014 ની ગેમ્સમાં પણ તેમણે સિલ્વર મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું.

ભારતની આ દીકરીએ સ્નેચ (Snatch) અને ક્લીન એન્ડ જર્ક (Clean and Jerk) રાઉન્ડમાં કુલ મળીને 190 કિગ્રા વજન ઉપાડ્યું હતું. તેમની આ જીત એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમણે બીજા સ્થાને રહેલી નાઈજીરીયાની વેઈટલિફ્ટર રૂૂથ ન્યોંગ’ઓ કરતાં પૂરા 22 કિલો વધુ વજન ઉપાડીને સ્પષ્ટ સરસાઈ મેળવી હતી. સ્નેચ રાઉન્ડમાં મીરાબાઈનું પ્રદર્શન જોવાલાયક હતું. તેમણે પોતાના બીજા પ્રયાસમાં 82 કિલો અને ત્રીજા પ્રયાસમાં 85 કિલો વજન ઉપાડીને કોમનવેલ્થ કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ પણ ખેલાડીએ આટલું વજન ઉપાડ્યું નથી. ત્યારબાદ ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં પણ 105 કિલો વજન ઉપાડવાનું નક્કી કર્યું. જોકે, પહેલા પ્રયાસમાં તેઓ નિષ્ફળ રહ્યા, પરંતુ ત્યારબાદ જોરદાર વાપસી કરતા સફળતાપૂર્વક 105 કિલો વજન ઊંચકીને ભારતને શાનદાર ગોલ્ડ મેડલ અપાવ્યો.

વેઈટલિફ્ટિંગ (પુરુષો): 60 કિગ્રા વજન વર્ગમાં યુવા વેઈટલિફ્ટર ઋષિકાંત સિંહે પોતાની પહેલી જ કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરતા કુલ 264 કિગ્રા (121 કિગ્રા સ્નેચ + 143 કિગ્રા ક્લીન એન્ડ જર્ક) વજન ઉપાડીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આ ગેમ્સમાં ભારતનો આ બીજો મેડલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *