વૈભવ સૂર્યવંશીને IPL ફળી, વનડે સિરીઝમાં ઈંગ્લેન્ડ જવાની તક મળશે

સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેને અંડર-19માં સ્થાન મળ્યું છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ જૂનમાં શરૂૂ થશે. આ માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ…

સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેને અંડર-19માં સ્થાન મળ્યું છે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ જૂનમાં શરૂૂ થશે. આ માટે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. તો, ભારતની અ ટીમ ત્યાં જશે. હવે સમાચાર આવી રહ્યા છે કે ભારતની અંડર-19 ટીમ પણ IPL પછી ઇંગ્લેન્ડનો પ્રવાસ કરશે. ટીમ ત્યાં 5 વનડે અને બે ટેસ્ટ મેચ રમશે. BCCI સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ 21 જૂને યુકે પહોંચશે. આ સમય દરમિયાન, ભારતીય મહિલા ટીમ અને ભારતીય મિશ્ર દિવ્યાંગ ટીમ પણ ઇંગ્લેન્ડના પ્રવાસે હશે. આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહેલા કેટલાક IPL સ્ટાર્સને અંડર-19 ટીમમાં તક મળે તેવી શક્યતા છે.

રાજસ્થાન રોયલ્સના ઓપનર સૂર્યવંશી અને ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને ઇંગ્લેન્ડના પ્રવાસે રહેલી અંડર-19 ટીમમાં સ્થાન મળ્યું છે. આ બંને બેટ્સમેન હાલમાં ઈંઙકમાં ધૂમ મચાવી રહ્યા છે. વૈભવ સૂર્યવંશીએ ગુજરાત ટાઇટન્સ સામે ઈંઙકના ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી ફટકારી છે. તેણે માત્ર 35 બોલમાં સદી ફટકારી. જ્યારે ઈજઊં બેટ્સમેન આયુષ મ્હાત્રેએ બે IPL મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 32 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તે 30 રન બનાવીને આઉટ થયો હતો.

રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશી પણ ઓસ્ટ્રેલિયા સામે ભારતીય અંડર-19 ટીમ માટે રમી ચૂક્યા છે. તેણે આ ટીમ સામે સદી પણ ફટકારી હતી. આ ઉપરાંત, વૈભવ અને આયુષ મ્હાત્રેએ અંડર 19 એશિયા કપમાં પણ ભાગ લીધો હતો. બંને ટીમ ઈન્ડિયાના ઓપનર હતા. મ્હાત્રે અને સૂર્યવંશી બંનેએ આઈપીએલમાં જે પ્રકારની રમત બતાવી છે તેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તે પછી જ ટીમમાં તેની પસંદગીના સમાચાર આવી રહ્યા છે. અંડર-19 વર્લ્ડ કપ આવતા વર્ષની શરૂૂઆતમાં યોજાવાનો છે. આ ટુર્નામેન્ટ ઝિમ્બાબ્વે અને નામિબિયાની યજમાની હેઠળ રમાશે. તેથી ભારત માટે ઇંગ્લેન્ડનો પ્રવાસ મહત્વપૂર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *