સુરેન્દ્રનગરના કારીગર સાથે વડોદરાના સોની વેપારીની 1.01 કરોડની છેતરપિંડી

સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા ધવલભાઈ મંડલી સાથે વડોદરાના વેપારી યતીનભાઈ હર્ષદભાઈ આડેસરાએ અંદાજે રૂૂ. એક કરોડથી વધુની છેતરપિંડી આચરતા ચકચાર મચી…

સુરેન્દ્રનગરની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને સોની કામ કરતા ધવલભાઈ મંડલી સાથે વડોદરાના વેપારી યતીનભાઈ હર્ષદભાઈ આડેસરાએ અંદાજે રૂૂ. એક કરોડથી વધુની છેતરપિંડી આચરતા ચકચાર મચી છે. સોની વ્યવસાયમાં વર્ષોની મહેનતથી કમાયેલી મૂડી અને મજૂરીના નાણાં ડૂબી જતાં કારીગરેે સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના યતીનભાઈ આડેસરાએ ધવલભાઈ સાથે વ્યવસાયિક સંબંધો કેળવ્યા હતા. શરૂૂઆતમાં સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ જીત્યા બાદ, યતીનભાઈએ પોતાની દુકાન માટે મોટા પ્રમાણમાં સોનાના ઘરેણાં બનાવડાવ્યા હતા. ધવલભાઈએ બજારમાંથી સોનું ખરીદીને દાગીના તૈયાર કર્યા હતા, પરંતુ લાંબા સમયથી તેની મજૂરી અને સોનાની કિંમત ચૂકવવામાં આવતી નહોતી. જ્યારે બાકી રકમ રૂૂ.1,00,98,557ને વટાવી ગઈ, ત્યારે ધવલભાઈએ નાણાંની ઉઘરાણી શરૂૂ કરી હતી. જોકે, યતીનભાઈએ ફોન ઉપાડવાનું બંધ કરી સંપર્ક તોડી નાખતા ધવલભાઈને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવાની અને આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. આ બનાવથી સ્થાનિક સોની બજારમાં પણ ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *