અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો જામનગરના મહેમાન બન્યા

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા. જામનગર એરપોર્ટ પર તેમના આગમન બાદ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિશાળ વાહનકાફલા સાથે તેમને જામનગર નજીક…

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા. જામનગર એરપોર્ટ પર તેમના આગમન બાદ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિશાળ વાહનકાફલા સાથે તેમને જામનગર નજીક મોટીખાવડી વિસ્તારમાં આવેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વનતારા ખાતે લઈ જવામાં આવ્યા હતા. અમેરિકાના વિદેશમંત્રીના આગમનને પગલે એરપોર્ટથી લઈને વનતારા સુધીના માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા અને વાહનવ્યવહારની ગતિવિધિઓ વિશેષ ધ્યાનાકર્ષક બની હતી.

જામનગર નજીક મોટીખાવડી વિસ્તારમાં આવેલું વનતારા વન્યજીવોના બચાવ, સારવાર, પુનર્વસન અને સંભાળ માટેનું વિશાળ કેન્દ્ર છે. અહીં વિવિધ પ્રજાતિનાં પ્રાણીઓની સારવાર, સંવર્ધન અને સંભાળ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતા આ કેન્દ્રની મુલાકાત માટે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો જામનગર આવ્યા હતા.

વિદેશમંત્રીના આગમનને ધ્યાનમાં રાખીને જામનગર એરપોર્ટ પર સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ તેઓ વાહનોના વિશાળ કાફલા સાથે વનતારા જવા રવાના થયા હતા. તેમના કાફલાની અવરજવર દરમિયાન સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને સ્થાનિક સ્તરે જરૂૂરી બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

અમેરિકાના વિદેશમંત્રી જેવા ઉચ્ચ કક્ષાના આંતરરાષ્ટ્રીય મહાનુભાવની મુલાકાતને કારણે જામનગર ફરી એકવાર વૈશ્વિક સ્તરે ધ્યાનનું કેન્દ્ર બન્યું છે. રિલાયન્સના વનતારા ખાતેની તેમની મુલાકાતથી વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી સંભાળ ક્ષેત્રે જામનગરની આંતરરાષ્ટ્રીય ઓળખ પણ વિશેષ ચર્ચામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *