ઉપલેટાના વાયરના વેપારી સાથે રૂા.1.55 લાખની છેતરપિંડી

ઉપલેટાના વેપારી સાથે વાયરના ઓર્ડરના નામે રાજકોટના શખ્સે રૂા. 1.55 લાખની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટાની એન્જિનિયરિંગ પેઢીના માલિક પાસેથી સબમર્સિબલ વાયરના ઓર્ડરના…

ઉપલેટાના વેપારી સાથે વાયરના ઓર્ડરના નામે રાજકોટના શખ્સે રૂા. 1.55 લાખની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉપલેટાની એન્જિનિયરિંગ પેઢીના માલિક પાસેથી સબમર્સિબલ વાયરના ઓર્ડરના બહાને લાખો રૂૂપિયા પડાવી લઈ માલ ન મોકલી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ઉપલેટાની આશો પાલવ સોસાયટીમાં રહેતા અને ’ઉમિયાજી એન્જિનિયરિંગ’ નામની દુકાન ચલાવતા જેમીનકુમાર પ્રવીણભાઇ કાલરીયાએ રાજકોટના રહેવાસી કિશનભાઇ વસંતભાઇ મણવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત માર્ચ 2023માં કિશનભાઇએ જેમીનકુમારને ફોન કરી પોતે અમદાવાદની ‘J MEHTA WINDING WIRE MFG’ નામની પેઢી ધરાવતો હોવાની ઓળખ આપી હતી. તેણે વોટ્સએપ પર અલગ-અલગ કંપનીના વાયરના ફોટા અને બ્રાન્ડ મોકલી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. જેમીનકુમારે વાયરનો ઓર્ડર આપતા કિશનભાઇએ રૂૂ.1,55,587 નું એસ્ટીમેટ મોકલ્યું હતું. શરૂૂઆતમાં બેંક ખાતાની વિગતો આપ્યા બાદ, આરોપીએ એવું બહાનું કાઢ્યું હતું કે બેંકમાં આટલી મોટી રોકડ રકમ જમા નહીં થાય, તેથી નાણાં પી.એમ. આંગડિયા મારફતે મોકલી આપવા જણાવ્યું હતું. વેપારીએ વિશ્વાસ રાખી 29 માર્ચ 2023ના રોજ આંગડિયા દ્વારા પૂરેપૂરી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.

નાણાં મળી ગયા બાદ કિશનભાઇએ જણાવ્યું હતું કે માલ ’સંતોષી ટ્રાન્સપોર્ટ’ માં મોકલી આપશે. જોકે, બે દિવસ વીતી જવા છતાં માલ ન મળતા જેમીનકુમારે ફોન કર્યો હતો, પરંતુ આરોપીએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વારંવાર મેસેજ કરવા છતાં અને નાણાં પરત માંગવા છતાં આરોપીએ આજદિન સુધી માલ મોકલ્યો નથી કે રૂૂપિયા પરત આપ્યા નથી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા જેમીનકુમારે કિશનભાઇ મણવર વિરુદ્ધ ઉપલેટા પોલીસ મથકે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ કેસમાં ટેકનિકલ પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *