ઉપલેટા પોસ્ટ ઓફિસના કલાર્ક દ્વારા રૂા.1.64 લાખની ઉચાપત

ઉપલેટા પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા કલાર્કે પોસ્ટ ઓફીસના ખાતેદારની નકલી સહી કરી રૂૂ.1.64 લાખની ઉચાપત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે પોસ્ટ ક્લાર્કની ધરપકડ…

ઉપલેટા પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા કલાર્કે પોસ્ટ ઓફીસના ખાતેદારની નકલી સહી કરી રૂૂ.1.64 લાખની ઉચાપત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે પોસ્ટ ક્લાર્કની ધરપકડ કરવા તજવીજ શરૂૂ કરી હતી.ગોંડલના ભગવતપરામાં રેહતા ધોરાજી સબ ડીવીઝનલ પોસ્ટ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરતા કાસમ અલીભાઈ ચરીયાણી (ઉ.વ. 44)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ક્લાર્ક બલદેવ મનોજભાઇ ગામોટનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગોંડલ સુપરીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ ગોંડલ ડિવિઝન તરફથી કાસમભાઈને લેખીતમાં જાણ કરવામાં આવેલ કે ઉપલેટા પોસ્ટ ઓફીસમાં સ્ટાફના ધ્યાન ઉપર આવેલ કે ઉપલેટા પોસ્ટ ઓફીસમાં પડેલ સરકારી નાણાનો સરવાળો મળતો ન હોય અને કોઈ ગડબડ હોવાનુ જણાય આવતા ઉપલેટા પોસ્ટ ઓફીસ તરફથી જાણ થયેલ હોય જે અંગેની ખાતાકીય પ્રાથમીક તપાસ પોસ્ટ ઇન્સ્પેક્ટર કાસમભાઈને સોંપેલ હોય જેમાં ઇંકવાયરી કરતા જાણવા મળેલ કે ઉપલેટા પોસ્ટ ઓફીસમાં ફરજ બજાવતા પોસ્ટલ આસીસટન્ટ (ક્લાર્ક) બલદેવ મનોજભાઇ ગામોટે તા. 22/06/2020 થી તા.20/03/2024 ની ફરજ દરમિયાન તેમણે ઉપલેટા પોસ્ટ ઓફીસ હોદાની રૂૂએ બનાવટી પુરાવો આપીને બ્રાંચ પોસ્ટ ઓફિસમાં પડેલ જમા રકમથી ખોટા સેવિંગ ખાતા ઉપલેટા પોસ્ટ ઓફિસમાં ખોલી અને રૂૂ.1.64 લાખના સરકારી નાણાંની ઉચાપત કરેલ છે. જે અંગે કચેરીને રીપોર્ટ કર્યા બાદ કચેરી તરફથી ઇન્કવાયરી કરી ઇન્કવાયરી પુરી થયે ફરીયાદ કરવાની અધીકારી તરફથી સુચના મળતા આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *