રાજકોટમાં યુપી-બિહારવાળી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને છરો ઝીંક્યો

શહેરમાં લુખ્ખાઓમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ કોઠારીયા ગામે પેટ્રોલ પંપ પર કારમાં ધસી આવેલા બે લુખ્ખા શખસોએ સરા જાહેર છરી સાથે આંતક મચાવી…

શહેરમાં લુખ્ખાઓમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ કોઠારીયા ગામે પેટ્રોલ પંપ પર કારમાં ધસી આવેલા બે લુખ્ખા શખસોએ સરા જાહેર છરી સાથે આંતક મચાવી ફીલરમેન પર હુમલો કરતા પોલીસ પર સવાલો ઉઠયા છે. પેટ્રોલ પંપ પર સિગારેટ પીવાની ફિલર મેનને ના પાડતા બન્ને લુખ્ખાઓ ઉશ્કેરાયા હોવાનુ બહાર આવતા પોલીસે બુટલેગર સહીત બન્ને શખસોને ઉઠાવી લઈ વિશેષ પુછતાછ કરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કોઠારીયા સોલ્વન્ટ પાસે હુસેની ચોક પાસે રહેતા અને કોઠારીયા ગામે ધનલક્ષ્મી પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતો અમન ફિરોઝભાઈ પઢીયારએ ફરીયાદ કરી હતી. જેમા આરોપી તરીકે કારમાં આવેલા બે અજાણ્યા શખસોના નામો આપ્યા છે. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે તા.9-8ના રોજ રાત્રીના પેટ્રોલ પંપ પર નોકરી પર હતો ત્યારે સીએનજી ભરાવવા માટે કાર આવી હતી જેમા ચાલક સહીત બે શખસો હતા જે પૈકીનો એક શખસ કારમાં સિગારેટ પીતો હોય જેથી તેને પંપ પર સિગારેટ પીવાની ના પાડી હતી.દરમ્યાન ઉશ્કેરાયેલા બન્ને શખસો બહાર નીકળી મોટા અવાઝે ગાળો બોલવા લાગ્યા હતા અને એક શખસે કારમાંથી છરી લઈને હુમલો કર્યો હતો.

જેથી દેકારો થતા સ્ટાફના રમેશભાઈ,પ્રકાશભાઈ અને ભીખુભાઈ સહીતનાઓ દોડી આવી બન્નેને છોડાવી ઓફીસમાં લઈ આવતા બન્ને શખસો નાસી ગયા હતા. ત્યાર બાદ તેને 108 મારફતે સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાતા આજીડેમ પોલીસ મથકના એએસઆઈ મારવણીયા સહીતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બન્ને શખસો સીસીટીવીમાં કેદ થઈ ગયા હોય માહીતીને આધારે બન્ને શખસોને ઉઠાવી લઈ તેની પુછતાછ કરતા અગાઉ દારૂૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલો અને કોઠારીયા ગામે રહેતો દર્શીત દુષ્યંતભાઈ દલાલ અને ધ્રુવ સુનીલગીરી ગોસ્વામી હોવાનુ બહાર આવતા પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ પુછતાછ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *