રિક્ષામાં સવાર છ લોકો ઇજાગ્રસ્ત, મૃતક તેના સાળાનું સગપણ જોવા માટે કેશોદ જતા હતા
કેશોદના માંગરોળ રોડ પર રીક્ષાને કારના ચાલકે ઠોકરે લેતા રીક્ષામાં સવાર કેશોદ અને અમદાવાદના પરિવારના છ લોકોને ઇજા થઇ હતી જ્યારે એકનું મોત નીપજ્યું હતું.આ ઘટના મામલે કેશોદ પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.અમદાવાદમાં પરિવાર સગપણ માટે કેશોદ આવતો હતો ત્યારે રસ્તામાં જ તેમને આકસ્માત નડ્યો હતો.
વધુ વિગતો મુજબ,માંગરોળના પાટિયા નજીક કાર ના ચાલકે રીક્ષાને ઉલાડતા રિક્ષામાં સવાર કેશોદના કોયલાણા ગામના કરણસિંહ રાણાજી રાયજાદા(ઉ.65),હરપાલસિંહ પ્રવીણસિંહ(ઉ.40) અને જનકસિંહ રાણાજી(ઉ.40) તેમજ અમદાવાદ ના જુના વાડજમાં રહેતા તરુણભાઈ સવાભાઈ પરમાર(ઉ.49),તેમના પત્ની હિનાબેન(ઉ.40),પુત્ર શોર્ય(ઉ.17) અને તેમનો સાળો હાર્દિક(ઉ.21)ને ઇજા થવા પામી હતી.તેઓને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા.
આ ઘટનામાં તરુણભાઈનું સારવારમાં મોત નીપજ્યું હતું અને તેઓને સંતાનમાં બે દીકરા અને પોતે ત્રણ ભાઈ એક બહેનમાં ત્રીજા નમ્બરના હતા.તેઓ કંપનીમાં નોકરી કરતા હતા.તરુણભાઈ અમદાવાદથી તેમના સાળા હાર્દિકનું સગપણ કરવું હોય કેશોદ છોકરી જોવા જતા હતા.તેમજ કેશોદનો પરિવાર જામ ખંભાળિયામાં લોક્રિકે પ્રસંગે ગયા હતા.અકસ્માત સર્જનાર કારના ચાલક સામે કાર્યવાહી શરૂૂ કરી છે.
